Shanaya Kapoor Dance On Tip Tip Barsa Pani: આજે પણ 90ના દાયકાનું લોકપ્રિય ગીત ‘ટિપ ટીપ બરસા પાની’ ક્યાંય વગાડવામાં આવે તો કોઈ પણ આ ગીત પર ડાન્સ કરવા માટે મજબૂર થઈ જાય છે. તે પહેલીવાર અક્ષય કુમાર અને રવિના ટંડન પર ફિલ્મ ‘મોહરા’માં ફિલ્માવવામાં આવ્યુ હતુ, જેમાં બંને વચ્ચે અદભૂત કેમેસ્ટ્રી જોવા મળી હતી. તેમનો રોમાન્સ આજે પણ લોકોના મનમાં છે. ત્યારબાદ આ ગીતને ફરી એક વાર ફિલ્મ સૂર્યવંશીમાં રિક્રિએટ કરવામાં આવ્યુ હતુ. ત્યાર પછી કેટરીના કેફે પર્ફોર્મ્સ કર્યુ હતુ. હવે ફરી આ ગીત ચર્ચામાં આવ્યું છે. આ વખતે આ ગીત પર બોલીવુડ એક્ટર સંજય કપૂરની દિકરી શનાયા કપૂરે હંમાગો મચાવી દીધો છે.
હા, તમે તે સાચું સાંભળ્યું. એક્ટિંગમાં ડેબ્યૂ કરવાને કારણે ચર્ચામાં રહેલી શનાયા કપૂરે ‘ટિપ ટીપ બરસા પાની’ પર પરફોર્મ કર્યું છે. તેણે તેનો વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ ગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. ગીત પર શનાયાના ડાન્સ મૂવ્સ પરથી તમારી નજર હટાવવી ખૂબ જ મુશ્કેલ બની ગઇ છે.
ફ્રેન્સે શનાયા કપૂરના ડાન્સના ભરપૂર વખાણ કર્યા છે અને બોલિવૂડ સેલેબ્સ પણ તેના વખાણ કરતા થાકતા નથી. 90ના દાયકાના આ ગીત પર શનાયા કપૂરે જે રીતે ડાન્સ મૂવ્સ બતાવ્યા છે અને અનુભવની દૃષ્ટિએ જોઈએ તો તેણે રવીના અને કેટરિનાને પણ પાછળ છોડી દીધા છે. વીડિયોમાં અદ્ભુત ડાન્સ કર્યો છે. શનાયાનો ડાન્સ જોઈને તમે પણ તેના વખાણ કરતા રોકી શકશો નહીં.
સેલેબ્સ અને ફેન્સે ડાન્સના વખાણ કર્યા
ગીત પર શનાયાની દરેક ડાન્સ મૂવ વખાણવા લાયક છે. જો આપણે તેના વીડિયો પર સેલેબ્સની સાથે ચાહકોના રિએક્શન વિશે વાત કરીએ, તો સંજય કપૂર, કરણ જોહર, ભાવના પાંડે, રવિના ટંડન, રાશા થડાની અને માતા મહિપ કપૂરે પણ તેની પ્રશંસા કરી છે અને કોમેન્ટ્સમાં હાર્ટ અને ફાયર સ્ટીકર શેર કર્યા છે.
ઉપરાંત આ ડાન્સ વીડિયો જોઇને ફેન્સના રિએક્શનની વાત કરીએ તો એક ફેન્સે લખ્યું, ‘શનાયા યંગ કેટરીના જેવી દેખાઈ રહી છે.’ બીજાએ લખ્યું, ‘શનાયા માર ડાલા રે…’ તો ત્રીજાએ લખ્યું, ‘રોકિંગ પરફોર્મન્સ.’ અન્ય એક ફ્રેન્સમાં કોમેન્ટમાં લખ્યું ‘આ રોક કરવાના છો.’
આ પણ વાંચો | 5 વખત કંગના રનૌતનું દિલ તૂટી ગયું, પરિણીત કલાકારો સાથે પણ પ્રેમની વાતો થઈ, હવે તેને લાઈફ પાર્ટનર મળ્યો?
મોહનલાલની ફિલ્મથી ડેબ્યુ કરશે
જોકે, શનાયા કપૂર પણ તેના અભિનય ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. તે સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તે પહેલીવાર સાઉથના સુપરસ્ટાર મોહનલાલ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. ચાહકો તેના ડેબ્યુ માટે ઉત્સુક છે. શનાયાની ડેબ્યૂ ફિલ્મનું નામ ‘વૃષભ’ છે. તે પેન ઈન્ડિયા બેનર હેઠળ રિલીઝ થશે. તેનું નિર્દેશન નંદા કિશોરે કર્યું છે.





