કાન્સ ફેસ્ટિવલ 2023ના ત્રીજા દિવસે એશ્વર્યા રાયે પોતાનો જબરદસ્ત જલવો બતાવ્યો છે. ઐશ્વર્યા રાયના લૂકની સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા થઇ રહી છે. ત્યારે ત્યારે ફેમિલી મેન ફેમ અભિનેતા શારીભ હાશ્મીએ તેને ટ્વિસ્ટ આપ્યો હતો. શારીબે એવું કંઇક કરી બતાવ્યું જેને જોઇને સૌકોઇ દંગ રહી જાય. શારીબે ગઈકાલે રાત્રે એક તસવીર શેર કરી હતી જેમાં તેણે ઐશ્વર્યાના રેડ કાર્પેટ લૂક પર બારીકાઇથી તેનો ચહેરો મોર્ફ કર્યો હતો.
ઐશ્વર્યાએ તેના રેડ કાર્પેટ આઉટિંગ પર આ વિશાળ સિલ્વર હૂડેડ ગાઉન પહેર્યું હતું. અભિનેતાએ આનંદી અવતરણોની શ્રેણી સાથે તેની તસવીર શેર કરી.
અંતે, અભિનેતાએ સ્વીકાર્યું, “જીત્તે કેપ્શન મેડમ મેં આયે સબ ડાલ દિયે 🤪 આપકે માઇન્ડ મેં કોઈ કેપ્શન આયા ???? #cannesfilmfestival #cannes2023 #festivaldecannes #refaceapp #bollywood #aishwaryarai #jk #justkidding #justforfun #hashtagpehashtag.”
શારીભની આ કારીગરી બદલ તેને શેર કરેલી પોસ્ટને ભરપૂર પ્રતિસાદ મળી રહ્યો છે. અભિનેતા આમિર અલીએ લખ્યું, “હાહા મેટ ગાલા,” જ્યારે ડિજિટલ નિર્માતા જ્યોતિ સેઠીએ પોસ્ટ કર્યું, “હાય સૈશ્વર્યા 😍.” પોસ્ટ પરની કેટલીક અન્ય કોમેન્ટમાં લખ્યું છે કે, “Niled it 🔥,” “કાનપુર કી ઐશ લગ રહી હો.” અભિનેત્રી અહાના કુમરાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “ઓહ માય ગોડ 😂.”
ઐશ્વર્યાએ મોટી મેટાલિક કેપ અને ગાઉન પહેરીને ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ (Aishwarya Rai Bachchan Red Carpet look) પર વોક કર્યું. તેના આ લુકને લોકોનો કંઇ ખાસ રિસ્પોન્સ નથી મળી રહ્યો. કેટલાક લોકોને તે ખૂબ જ ગ્લેમરસ લાગતી હતી તો ઘણા લોકોએ તેને જોરદાર ટ્રોલ કરી હતી.
ઐશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત, ઉર્વશી રૌતેલા, સારા અલી ખાન, માનુષી છિલ્લર, એશા ગુપ્તા, મૃણાલ ઠાકુર, ગુનીત મોંગા સહિતના ઘણા સ્ટાર્સે આ વર્ષે કાન્સમાં ડેબ્યૂ કર્યું હતું. દરેકનો લુક ઘણો વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરા ખાતે 76મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 16 મેથી શરૂ થયો હતો જે 27 મે સુધી ચાલશે.