આ ગુજરાતી સ્ટારનો આજે બર્થડે, આમીર ખાન, અજય દેવગણ સાથે સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યો છે

Sharman Joshi Birthday : 3 ઇડિયટ્સ, 'ગોલમાલ' જેવી સુપરહિટ મુવી આપનાર બોલિવૂડ એક્ટર શર્મન જોશીએ પોતાના ટેલેન્ટના દમ પર ઘણી નેટવર્થ એકઠી કરી છે. શર્મન જોશીના બર્થડે પર તેની લાઇફના રોમાચિંત કિસ્સા વાંચો.

Written by mansi bhuva
Updated : April 29, 2024 11:26 IST
આ ગુજરાતી સ્ટારનો આજે બર્થડે, આમીર ખાન, અજય દેવગણ સાથે  સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યો છે
Sharman Joshi Birthday

Sharman Joshi Birthday : બોલવિૂડ એક્ટર શર્મન જોશીએ પોતાની એક્ટિંગ અને પોતાના કોમિક ટેલેન્ટથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. શર્મન જોશી એક ગુજરાતી બ્રાહ્મણ પરિવારના છે. તેમના પિતા, અરવિંદ જોષી, ગુજરાતી થિયેટરના પીઢ કલાકાર હતા, જ્યારે તેમની કાકી સરિતા જોષીએ ગુજરાતી રંગભૂમિમાં અભિનય કર્યો હતો. શર્મન જોશી આજે 28 એપ્રિલે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. શર્મન જોશીના જીવનની એવી ઘણી વાતો છે જે જાણીને તમે આશ્ચર્ય પામશો.

શર્મન જોશીએ ઘણો સમય સુધી થિયેટરમાં કામ કર્યું અને તેની બારીકાઓને સમજ્યા પછી તેણે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું. શર્મન જોશીએ ફિલ્મ ‘ગોડફાધર’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. પહેલી ફિલ્મથી શર્મન જોશીને વ્યાપક ઓળખ મળી. ગોડમધર મુવીને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ સહિત 6 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળ્યા હતા. આ પછી શર્મન જોશીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી. જેમાં 3 ઇડિયટ્સ, ‘ગોલમાલ’, ‘સ્ટાઈલ’, ‘ ‘રંગ દે બસંતી’ અને ‘એક્સક્યુઝ મી’ વગેરે ફિલ્મો સામેલ છે.

રંગ દે બસંતી’ અને ‘3 ઈડિયટ્સ’ જેવી ફિલ્મોમાં દમદાર અભિનય કરનાર શર્મન જોષીને ફિલ્મ ‘ફરારી કી સવારી’ માટે 40 ઓડિશન આપવા પડ્યા હતા.

શર્મન જોશી લવ સ્ટોરી

શર્મન જોશીનું દિલ બોલિવૂડ ખૂંખાર વિલન પ્રેમ ચોપરાની દીકરી પ્રેરણા પણ આવી ગયું હતું. બંનેની મુલાકાત કોલેજકાળ દરમિયાન થઈ હતી. શર્મન જોશી તો પહેલી મુલાકાતમાં પ્રેરણા ચોપરા પર ફિદા થઇ ગયો હતો. ધણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ શર્મન જોશીએ 21 વર્ષની વયે 15 જૂન 2000ના રોજ પ્રેરણા ચોપરા સાથે મુંબઇમાં શાનદાર લગ્ન કર્યા હતા. બંનેને ત્રણ બાળકો છે, એક પુત્રી ખ્યાના જેનો જન્મ વર્ષ 2005માં થયો હતો અને જોડિયા પુત્રો વરયાન અને વિહાનનો જન્મ વર્ષ 2009માં થયો હતો.

આ પણ વાંચો : MCOCA : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના સાગરિતો સામે MCOCA લાગુ, જાણો આ એક્શનથી શું થાય?

શર્મન જોશી નેટવર્થ

શર્મન જોશી પોતાના દમ પર કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે. આજે તે લકઝરી લાઇફ જીવી રહ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, શર્મન જોશી કુલ 105 કરોડ રૂપિયાની નેટવર્થનો માલિક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ