Sherlyn Chopra agreed marry Rahul Gandhi : અભિનેત્રી શર્લિન ચોપરા અવારનવાર એક યા બીજા કારણોસર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે તેની બોલ્ડ અને સિઝલિંગ અદાઓ તથા સ્પષ્ટવક્તા તરીકે જાણીતી છે. તેના કારનામા અને મોટા નિવેદનો ઘણીવાર લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. તો હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમના લગ્નને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. હમણાં જ એક કાર્યક્રમમાં એક ખેડૂત મહિલાએ સોનિયા ગાંધીને પુછ્યું હતું કે, રાહુલ ગાંધીના લગ્ન ક્યારે કરાવશો? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, તેઓ જ તેમના માટે છોકરી શોધી કાઢે. હવે શર્લિન ચોપરાએ રાહુલ ગાંધી સાથે લગ્ન કરવાની હા પાડી છે, પરંતુ એક શરત મુકી છે.
હા, તમે આ સાચું સાંભળ્યું છે. શર્લી ચોપરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને પૂછવામાં આવ્યું છે કે, શું તે રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા ઈચ્છશે? આના પર તે પણ સ્પષ્ટતા સાથે જવાબ આપે છે અને કહે છે કે ‘હા કેમ નહીં. હા’ પણ આ દરમિયાન તે એક શરત પણ મૂકે છે અને કહે છે કે, તે ઈચ્છે છે કે લગ્ન પછી તેની અટક ચોપરા જ રહે. તેને બદલશે નહીં. એક્ટ્રેસના આ નિવેદન બાદ વીડિયો પર લોકોની કમેન્ટ્સનો દોર જોવા મળ્યો હતો. લોકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી છે.
શર્લિન ચોપરાના રાહુલ ગાંધી સાથે લગ્ન કરવાના વીડિયો પર લોકોની પ્રતિક્રિયાની વાત કરીએ તો એકે લખ્યું, ‘તે આવા લોકોને તો પોતાની નોકરાણી તરીકે પણ ના રાખે.’ બીજાએ લખ્યું, ‘રાહુલ ગાંધીએ તેની સાથે લગ્ન કરીને પોતાનું જીવન બરબાદ ન કરવું જોઈએ. ત્રીજાએ લખ્યું, ‘રાખી સાવંત વાળો નશો આને પણ કર્યો લાગે છે.’ ચોથાએ લખ્યું, ‘આપ તો કર લેગી આંટી પરંતુ તે નહી કરે, કુંવારા વધારે પસંદ કરશે.’ આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું, ‘તુમસે તો કભી નહીં કરેંગે.’ આ રીતે લોકો શર્લિનના વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સાજીદ સામે ફરિયાદ નોંધાઈ હતી
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે તે આવા નિવેદન આપીને ચર્ચામાં છે. આ પહેલા પણ તે ઘણી વખત વિવાદોમાં રહી ચુકી છે. તેના નિવેદનોને કારણે લાઈમ લાઈટ લૂંટી ચુકી છે. અભિનેત્રી ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે સાજિદ ખાન પર આરોપો લગાવ્યા અને તેને બિગ બોસના ઘરમાંથી બહાર કાઢવાના તમામ પ્રયાસ કર્યા. જો કે, તેણી આમ કરી શકી ન હતી. તેણીએ તેને બહાર કાઢવા માટે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવ્યા હતા અને સાજીદ સામે ફરિયાદ પણ કરી હતી.





