/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Shilpa-Shetty-Bhumi-Pednekar.jpg)
શિલ્પા શેટ્ટી અદિતી રાવ અને ભૂમિ પેડનેકરે હુશ્નનો જલવો વિખેર્યો
મુંબઈમાં એક એવોર્ડ સમારોહમાં બોલિવુડની હસીનાઓ એકથીએક ચઢિયાતા આઉટફિટમાં જોવા મળી હતી, જેમાં ભૂમિ પેડનેકર, શિલ્પા શેટ્ટી, અદિતિ રાવ હૈદરી, સામંથા રૂથ પ્રભુ, સારા તેંડુલકર, ટાઈગર શ્રોફ અને અન્ય સ્ટાર્સે તેમના અદભૂત લુક માટે ઇન્ટરનેટ પર છવાઈ ગયા છે, અહીં જુઓ વિડીયો એ ફોટોઝ
શિલ્પા શેટ્ટી બ્લેક & વાઈટ આઉટફિટ
આ કાર્યક્રમમાં શિલ્પા શેટ્ટી કાળા અને સફેદ રંગના ફેશનેબલ ડ્રેસમાં જોવા મળી હતી. શિલ્પાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઇવેન્ટના તેના લુકના ઘણા ફોટા અને વીડિયો પણ શેર કર્યા હતા.
અદિતિ રાવ હૈદરી ઓફ સોલ્ડર ગાઉન લુક
અદિતિ રાવ હૈદરી એવોર્ડ નાઇટમાં ઓફ-શોલ્ડર સ્ટાઇલિશ ડ્રેસમાં પહોંચી હતી. અદિતિ સાઈની બ્લેક અને ગોલ્ડન કલરના લાંબા સ્કર્ટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. તેણે તેના લુકને સ્લીક બન અને બોલ્ડ ઇયરિંગ્સથી કંપ્લીટ કર્યો હતો.
સારા તેંડુલકર યુનિક લુક
ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ એવોર્ડ નાઇટમાં હાજર રહી હતી. સારા ઓફ-શોલ્ડર બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સમય દરમિયાન તેણે તેના વાળમાં એક બન બનાવ્યો હતો.
ભૂમિ પેડનેકર સ્ટાઈલિશ લુક
તાજેતરમાં વેબ સિરીઝ 'ધ રોયલ્સ'માં પોતાના હોટ મૂવ્સ બતાવનાર અભિનેત્રી ભૂમિ પેડનેકર પણ આ કાર્યક્રમમાં હાજર રહી હતી. ભૂમિ પેડનેકર એવોર્ડ સમારોહના રેડ કાર્પેટ પર લીલાક અને ક્રીમ સ્ટ્રાઇપ્સવાળા ફ્લોર-લેન્થ ગાઉનમાં ચાલી હતી. ભૂમિ સ્ટાઇલિશ ઓવરસાઇઝ્ડ ઓફ-વ્હાઇટ કેપ-સ્ટાઇલ ડ્રેપેડ ડ્રેસમાં સુંદર દેખાતી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us