બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ચોરી થઇ હોવાના સમાચાર પ્રત્યક્ષ આવ્યાં છે. જે માલે પોલીસે બે લોકોની ધરપકડ કરી લીધા છે. ત્યારે આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે, ચોરી જૂહુ સ્થિત ધરમાંથી થઇ છે. ગત અઠવાડિયે અભિનેત્રીના જૂહુ સ્થિત ઘરમાંથી કિંમતી સામાનની કથિત રીતે ચોરી થઈ હતી.
વધુમાં પોલીસે જણાવ્યું કે, જૂહુ પોલીસ સ્ટેશનમાં ચોરીનો મામલો દાખલ કરવામાં આવ્યો છે અને તુરંતજ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આ મામલે બે લોકોને કસ્ટડીમાં પણ લઇ લીધા છે જેમની પૂછપરછ ચાલુ છે. ત્યારે શિલ્પા શેટ્ટીના ધરેથી કેટલાની રૂપિયાની ચોરી કરવામાં આવી છે તે અંગે કંઇ સ્પષ્ટ થયું નથી.
પોતાની ફિટનેસ અને સુંદરતાને લઈને હંમેશા ચર્ચામાં રહેતી શિલ્પા શેટ્ટીએ એક દિવસ પહેલા જ એક પોસ્ટ દ્વારા તેના ફેન્સને જણાવ્યું હતું કે તે ઈટાલીમાં વેકેશન મનાવી રહી છે. તેણે સ્વિમસૂટ પહેરીને એક ફોટો શેર કર્યો હતો જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી હતી. શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો.





