Shilpa Shetty Lookout Notice | બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) વિરુદ્ધ મુંબઈ પોલીસે કરોડો રૂપિયાના છેતરપિંડીના કેસમાં લુકઆઉટ નોટિસ જારી કર્યો છે. આ સેલિબ્રિટી કપલ પર તેમની હાલ બંધ થયેલી બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ માટે રોકાણ સોદા સાથે જોડાયેલા કેસમાં એકબિઝનેસમેન સાથે લગભગ 60 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.
આર્થિક ગુના શાખાના સૂત્રો સૂચવે છે કે પોલીસ હવે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ટ્રાવેલ લોગની તપાસ કરી રહી છે. ફર્મના ઓડિટરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાને લુક આઉટ વિરુદ્ધ નોટિસ જારી
ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આરોપ લગાવ્યો હતો કે 2015 થી 2023 ની વચ્ચે, કપલેએ તેમના બિઝનેસને વિસ્તૃત કરવાના બહાને તેમની પાસેથી 60 કરોડ રૂપિયા લીધા હતા, પરંતુ તે વ્યક્તિગત ખર્ચ પર ખર્ચ્યા હતા. કપલે કથિત રીતે આ પૈસા લોન તરીકે લીધા હતા પરંતુ બાદમાં કર બચતનો હવાલો આપીને તેને રોકાણ તરીકે દર્શાવ્યા હતા.
કોઠારીના જણાવ્યા મુજબ, તેમને ખાતરી આપવામાં આવી હતી કે પૈસા ચોક્કસ સમયની અંદર 12% વાર્ષિક વ્યાજ સાથે પરત કરવામાં આવશે અને શિલ્પા શેટ્ટીએ એપ્રિલ 2016 માં તેમને લેખિતમાં પર્સનલ ગેરંટી આપી હતી. પરંતુ થોડા મહિનામાં, શિલ્પા શેટ્ટીએ કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું.
શિલ્પા શેટ્ટીનું રેસ્ટોરન્ટ બાસ્ટિયન બંધ? કરોડના છેતરપિંડીના કેસ વચ્ચે તેણે વીડિયો શેર શું કહ્યું?
બિઝનેસમેનએ દાવો કર્યો હતો કે તેમને પાછળથી ખબર પડી કે કંપની સામે 1.28 કરોડ રૂપિયાનો નાદારી કેસ પણ ચાલી રહ્યો છે, જેના વિશે તેમને અગાઉ જાણ કરવામાં આવી ન હતી. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ આરોપોને નકારી કાઢ્યા હતા અને તેને પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ કેસ ગણાવ્યો હતો જેનો હેતુ તેમને બદનામ કરવાનો છે.