Raj Kundra Cheating Case | શિલ્પાના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, EOW દ્વારા પૂછપરછ માટે હાજર થવા કહ્યું, કુન્દ્રા માંગ્યો વધુ સમય

Shilpa Shetty's Husband Raj Kundra Summoned In Fraud Case | આજે રાજ કુન્દ્રા (Raj Kundra') નો જન્મદિવસ પણ છે. શિલ્પા શેટ્ટીના પતિને 15 સપ્ટેમ્બરે પૂછપરછ માટે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. અગાઉ રાજ કુન્દ્રા 10 સપ્ટેમ્બરે હાજર થવાના હતા. જોકે, તેમણે હાજર થવા માટે વધુ સમય માંગ્યો હતો.

Written by shivani chauhan
September 09, 2025 12:20 IST
Raj Kundra Cheating Case | શિલ્પાના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, EOW દ્વારા પૂછપરછ માટે હાજર થવા કહ્યું, કુન્દ્રા માંગ્યો વધુ સમય
Shilpa Shetty Raj kundra

Mumbai Police summoned Shilpa Shetty’s husband Raj Kundra | બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. આર્થિક ગુના શાખા (EOW) એ તેમને 60.48 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં હાજર થવા બોલાવ્યા મોકલ્યા છે.

આજે રાજ કુન્દ્રા (Raj Kundra’) નો જન્મદિવસ પણ છે. શિલ્પા શેટ્ટીના પતિને 15 સપ્ટેમ્બરે પૂછપરછ માટે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. અગાઉ રાજ કુન્દ્રા 10 સપ્ટેમ્બરે હાજર થવાના હતા. જોકે, તેમણે હાજર થવા માટે વધુ સમય માંગ્યો હતો.

રાજ કુન્દ્રા વિરુદ્ધ લુક આઉટ નોટિસ જારી

EOW એ રાજ કુન્દ્રા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો છે. આ અંતર્ગત, તેઓ દેશ છોડી શકશે નહીં. EOW ના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ના ઓડિટરને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસ દરમિયાન શેટ્ટી અને કુન્દ્રા બંનેને ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યા હતા. બંનેએ કહ્યું કે તેઓ લંડનમાં રહે છે તેથી તેમણે તેમના વકીલને મોકલ્યા હતા. આ અંગે EOW એ કહ્યું કે વકીલે સંપૂર્ણ માહિતી આપી ન હતી. આ પછી ઔપચારિક FIR નોંધવામાં આવી હતી.

શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રા 60 કરોડ ચીટિંગ કેસ

મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં કુન્દ્રા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટરનું કહેવું છે કે 2015 થી 2023 ની વચ્ચે તેમણે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડમાં 60.48 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો છે કે શિલ્પા અને રાજે આ પૈસા કંપનીમાં રોકાણ કરવાને બદલે પોતે ખર્ચ્યા હતા.

Shilpa Shetty Lookout Notice | 60 કરોડના છેતરપિંડી કેસમાં શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી

શિલ્પા શેટ્ટીના વકીલે શું કહ્યું?

ફરિયાદી દીપક કોઠારીના વકીલ જૈન શ્રોફે કહ્યું કે તેમના ક્લાયન્ટે પુરાવા સાથે પૈસા રોકાણ કર્યા હતા. કંપનીએ તેમને ગેરમાર્ગે દોર્યા હતા. તેનાથી વિપરીત, શિલ્પા શેટ્ટી ના વકીલ પ્રશાંત પાટીલે આરોપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે ફરિયાદી પોતે કંપનીમાં ભાગીદાર હતા. તેમના પુત્રને ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. જો કંપનીએ નફો કર્યો હોત, તો તે બંને વચ્ચે વહેંચાઈ ગયો હોત.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ