Bigg Boss OTT 3 Shivani Kumari Fees: બિગ બોસ ઓટીટી 3 ફિનાલે તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ આ રિયાલિટી શો વધુ મજેદાર બની રહ્યો છે. બિગ બોસ ઓટીટી 3 શોમાં ગત અઠવાડિયે ડબલ ઇવિક્શન થયુ, જેમા વિશાલ પાંડે અને શિવાની કુમારી બંને શોમાંથી બહાર થઈ ગયા છે. શોમાંથી બહાર થયા બાદ શિવાની કુમારી બહુ રડી હતી અને હવે બહાર આવ્યા બાદ તેણે મેકર્સ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. શિવાની કુમારી ભલે બિગ બોસ ઓટીટી 3 ફિનાલેની નજીક પહોંચી એલિમિનેટ થઈ ગઈ હોય, પરંતુ પોતાની સાથે તગડી રકમ લઈને બહાર આવી છે.
બોલિવૂડ લાઇફના રિપોર્ટ અનુસાર શિવાની કુમારીની એક એપિસોડની ફી 50000 રૂપિયાની આસપાસ હતી. જો આ વાત સાચી હોય તો શિવાની 18.5 લાખ રૂપિયા લઈને શોમાંથી બહાર આવી છે. બિગ બોસ ઓટીટી 3ની વિનિંગ પ્રાઈસ 25 લાખ છે અને શિવાની કુમારી આના કરતા થોડી ઓછી કમાણી કરી છે.

બિગ બોસની કમાણીનું શું કરશે શિવાની કુમારી?
શિવાની કુમારી પોતાની યુટ્યુબ ચેનલ પર લાઇવ આવી છે અને ચાહકો સાથે વાત કરી છે અને બિગ બોસ ઓટીટી 3 માંથી મળેલી ફીના નાણાંનું શું કરશે તે પણ જણાવ્યું છે. તેણે કહ્યું કે તે ગરીબ છોકરીઓને ભણવામાં મદદ કરશે.
શિવાની કુમારી કહે છે કે, આ શો જીતવો તેનું સ્વપ્ન હતું જે અધૂરું રહ્યું છે. તેણે કહ્યું છે કે મેકર્સે તેની સાથે ભેદભાવ કર્યો છે, જે શોમાંથી એલિમિનેટ થવાના હતા તે શોમાં છે અને તેને બહારનો રસ્તો દેખાડ્યો છે. શિવાની કુમારીએ ઘરમાં તેમના સંબંધો વિશે વાત કરી હતી.
શિવાની કુમારી જણાવે છે, બિગ બોસ માં લવકેશ કટારિયા, સના મકબૂલ અને વિશાલ પાંડે તેના ખાસ મિત્રો છે અને તે બધા સાથે મળીને મસ્તી કરતા હતા. આ સાથે જ તેણે શોમાં તેને પસંદ ન કરનારા લોકોમાં રણવિર શોરેનું નામ લીધું હતું અને કહ્યું હતું કે મેં ઘણી વખત તેની માફી માંગી હતી, તેમ છતાં તે મને પસંદ નથી કરતો.
આ પણ વાંચો | શા માટે રણવીર શૌરી માટે 25 લાખ રૂપિયાની ઈનામી રકમ મહત્વની છે? કારકિર્દી વિશે શું કહ્યું?
અરમાન મલિક -રણવીર શૌરી પર આરોપ
શિવાની કુમારી કહે છે કે, રણવીર શોરી અને અરમાન મલિક તેના વિશે કમેન્ટ કરતા હતા. તેના કહેવા પ્રમાણે બંનેને લાગતું હતું કે તે કેમેરા માટે બધું જ કરી રહી છે, પરંતુ એવું નહોતું. આ સાથે જ શિવાની કુમારીએ કહ્યું હતું કે અરમાન તેનું બ્રેનવોશ કરવાની કોશિશ કરતો હતો.





