Sholay Re Release | આ ઓગસ્ટમાં શોલે (Sholay) ફિલ્મે 50 વર્ષ પૂર્ણ કર્યા હતા, અને તેની એનિવર્સરીના લગભગ ત્રણ મહિના બાદ નિર્માતાઓએ સમગ્ર ભારતમાં ફિલ્મ ફરીથી રિલીઝ કરી છે. આ વખતે તેના મૂળ અંત સાથે જેમાં ગબ્બરનું મૃત્યુ થાય છે. આજે જે ઇવેન્ટ તરીકે ઉજવવામાં આવે છે તે એક સમયે ઘણી મોટી બજેટની ફિલ્મો જેવી જ ચકાસણીનો સામનો કરતી હતી અને આજે પણ કરે છે.
શોલે બજેટ પર શું ચર્ચા થતી?
શોલેના બજેટ વિશેની ચર્ચાઓ અક્ષય કુમારની બડે મિયાં છોટે મિયાં અને રામ ચરણની ગેમ ચેન્જર જેવી ફિલ્મોના બજેટની આસપાસ થતી ચર્ચા જેવી જ હતી. તે સમયે ટ્રેડ એક્સપર્ટ માનતા હતા કે આટલા મોટા બજેટવાળી મુવી ઇન્ડસ્ટ્રી નો નાશ કરશે અને આજીવિકાને ખોરવી નાખશે. ઘણાએ તો જાહેર પણ કર્યું હતું કે તે એક ફ્લોપ ફિલ્મ હશે જેનાથી નિર્માતાઓ ક્યારેય તેનું રોકાણ પાછું મેળવી શકશે નહીં. અને જ્યારે ફિલ્મ આખરે રિલીઝ થઈ, ત્યારે એવું લાગતું હતું. શરૂઆતના વિકેન્ડમાં એટલી કમાણી થઇ ન હતી.
તે દિવસોને યાદ કરતાં, દિગ્દર્શક રમેશ સિપ્પી એ સિદ્ધાર્થ કન્નનને કહ્યું: “અખબારોએ શોલેને ફ્લોપ જાહેર કરી હતી. તેઓએ લખ્યું કે રોકાણ ખૂબ વધારે હતું, કે નિર્માતાઓ તેને ક્યારેય પાછું મેળવી શકશે નહીં. તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે આટલી મોંઘી ફિલ્મો ઉદ્યોગનો નાશ કરશે. જો ફિલ્મ નિર્માતાઓ આ રીતે ખર્ચ કરતા રહેશે, તો ઇન્ડસ્ટ્રી ડૂબી જશે. પરંતુ પાંચ અઠવાડિયા પછી તેમણે પોતાના શબ્દો પાછા ખેંચી લીધા અને સ્વીકાર્યું કે તેઓ ખોટા હતા.”
તેણે ફિલ્મના બજેટનો પણ ખુલાસો કર્યો કે “ફિલ્મનું શરૂઆતનું બજેટ 1 કરોડ રૂપિયા હતું, પરંતુ તેને 3 કરોડ રૂપિયામાં બનાવી શક્યા. તે સમયે 1 કરોડ રૂપિયા આજે લગભગ 100 કરોડ રૂપિયા બરાબર છે. જ્યારે ફિલ્મ તેના શરૂઆતના વીકએન્ડ પર ધૂમ મચાવી શકી નહીં, ત્યારે બાકીની ઇન્ડસ્ટ્રી ઉજવણી કરી હતી. “ઇન્ડસ્ટ્રી ખુશ હતી. તેઓએ કહ્યું ‘સારું થયું કે મોટી ફિલ્મ ચાલી ન શકી.'”
રમેશ સિપ્પીએ સમજાવ્યું, “આ ડિસ્ટિબ્યુટર, પ્રદર્શકો અને નિર્માતાઓ વચ્ચે ચર્ચા હતી. તેઓ માનતા હતા કે આ ફિલ્મ તેને નષ્ટ કરી દેશે. લોકો માનતા હતા કે અમે આટલી મોંઘી વસ્તુ બનાવવા માટે ગાંડા છીએ.” જેમ આજે ઘણી મુવીમાં સેન્સર બોર્ડના હસ્તક્ષેપને કારણે મોટા ફેરફારો થાય છે, તેમ શોલેમાં પણ આવા જ પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
તેણે યાદ કરતાં ઉમેર્યું કે “સેન્સર બોર્ડના કારણે મારે ક્લાઈમેક્સ ફરીથી શૂટ કરવો પડ્યો હતો.’ તેઓએ કહ્યું કે ‘સંજીવ કુમાર એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યો છે તે કોઈનો જીવ કેવી રીતે લઈ શકે?’ તેના મતે તે ગબ્બરને મારી ન શકે, ગબ્બરને જેલમાં મોકલવો પડ્યો હતો.”
દલીલ કરવાનો કોઈ મતલબ ન હતો, “આ કટોકટી દરમિયાન હતું. તમે કોઈની સાથે દલીલ કરી શકતા નહોતા. જો સેન્સર બોર્ડે ફેરફારનો આદેશ આપ્યો હોત, તો તમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મારે બેંગ્લોર પાછા ફરવું પડ્યું અને ફરીથી ક્લાઈમેક્સ શૂટ કરવું પડ્યું.” રમેશ સિપ્પી 50 વર્ષ પહેલાં જે ન કરી શક્યા, તે તેણે આખરે હવે ફરીથી રિલીઝમાં ઓરિજિનલ અંતને પુનઃસ્થાપિત કરીને કરી બતાવ્યું છે.
“રી રિલીઝમાં અમે તમને ઓરિજનલ અંત બતાવીશું. જ્યારે તેઓએ મને ફિલ્મ બદલવાનું કહ્યું ત્યારે મને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. સેન્સર મને મારી ફિલ્મ કેવી રીતે બનાવવી તે કેમ કહેશે?”





