શ્રદ્ધા કપૂર | અભિનેત્રી શ્રદ્ધા કપૂરે (Shraddha Kapoor) 3 માર્ચે પોતાના જન્મદિવસની ખૂબ જ ખાસ ધામધૂમથી ઉજવણી કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના સેલિબ્રેશનના ફોટા શેર કર્યા છે. બર્થ ડે ના આ ખાસ પ્રસંગે, તે તેના રૂમરડ બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે સમય વિતાવતી જોવા મળી હતી. જેમાં કપલ મુંબઈ સીટીથી દૂર બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.
શ્રદ્ધા કપૂર બર્થ ડે સેલિબ્રેશન ફોટા (Shraddha Kapoor birthday celebration photos)
શ્રદ્ધા કપૂરે તેના જન્મદિવસની ઉજવણીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. પહેલા ફોટામાં, તે કેમેરા સામે ચોકલેટ કેક લઈને હસતી જોવા મળી હતી. આ પછીના ફોટોમાં એકટ્રેસના માથાં પર મોદક મુકેલ જોવા મળે છે. ફોટો આલ્બમમાં ત્રીજા ફોટામાં તે ચા સાથે પકોડા ખાતી જોવા મળે છે, આ ઉપરાંત અન્ય એક પીકમાં કેક અને કોફીનો આનંદ માણ્યો હતો. શ્રદ્ધાએ બીજા એક કેકનો ફોટો પણ શેર કર્યો, જે પાઈનેપલ એક હોઈ તેવું લાગે છે. છેલ્લે એક વિડીયો છે જેમાં બોટ પર લાલ ફોન્ટમાં બી ફોર બાપુ લખેલું જોવા મળે છે.
શ્રદ્ધા કપૂર ના જન્મદિવસની ઉજવણી ફક્ત કેક સુધી મર્યાદિત ન હતી, પરંતુ તેણે ઘણી મજા કરી છે. જેની કેટલીક મજેદાર તસવીરો શેર કરી છે. આ પોસ્ટ સાથે, તેમણે એક રમુજી કેપ્શન પણ લખ્યું, ‘જો કેક હજુ પૂરો ન થયો હોય, તો બર્થ ડે પણ પૂરો નથી થયો ને?’ તેમના ચાહકોને આ પોસ્ટ ખૂબ જ ગમી અને તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગી છે.
શ્રદ્ધા કપૂર રાહુલ મોદી (Shraddha Kapoor Rahul Modi)
શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીના સંબંધોના સમાચાર ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. જોકે બંનેએ હજુ સુધી સત્તાવાર રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, પરંતુ તેમના સતત ફોટા અને વીડિયો ચાહકોને કંઈક બીજું જ સંકેત આપી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ તે અમદાવાદમાં એક લગ્નમાં હાજરી આપતો જોવા મળ્યો હતો. આ લગ્નમાં તેનો બોયફ્રેન્ડ રાહુલ મોદી પણ તેની સાથે હાજર હતો. આ પછી, શ્રદ્ધા મુંબઈમાં જોવા મળી, જ્યાં તેના મોબાઇલ સ્ક્રીન પરનું વોલપેપર ખુલ્યું અને તેમાં રાહુલ સાથેનો તેનો રોમેન્ટિક ફોટો જોવા મળ્યો હતો. તાજતેરમાં તેઓ સાથે બર્થ દે સેલિબ્રેશન પણ કર્યું હતું.