Shraddha Kapoor | ‘નથી લખવું કેપ્શન, આજે રવિવાર છે, મારી મરજી !’ શ્રદ્ધા કપૂરની પોસ્ટ ચાહકોમાં વાયરલ

Shraddha Kapoor | શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) છેલ્લે હોરર-કોમેડી ફિલ્મ સ્ત્રી 2 માં જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રદ્ધા ફિલ્મ સ્ત્રી 3 માં જોવા મળશે, જે 13 ઓગસ્ટ 2027 ના રોજ રિલીઝ થશે

Written by shivani chauhan
Updated : May 26, 2025 09:20 IST
Shraddha Kapoor | ‘નથી લખવું કેપ્શન, આજે રવિવાર છે, મારી મરજી !’ શ્રદ્ધા કપૂરની પોસ્ટ ચાહકોમાં વાયરલ
'નથી લખવું કેપ્શન, આજે રવિવાર છે, મારી મરજી !' શ્રદ્ધા કપૂરની પોસ્ટ ચાહકોમાં ચાહકોમાં વાયરલ

Shraddha Kapoor | બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર એકટ્રેસ છે, એકટ્રેસ ફેન્સ સાથે અવારનવાર ફોટોઝ, વિડિયોઝ યુનિક કેપ્શન સાથે પોસ્ટ કરતી હોય છે, તાજેતરમાં રવિવારે સોશિયલ મીડિયા પર તેના ઘણા ફોટા સાથે એક સુંદર વીડિયો શેર કર્યો છે. અભિનેત્રીના આ ફોટા અને વીડિયો ચાહકોમાં વાયરલ થઈ રહ્યા છે.

શ્રદ્ધા કપૂર પોસ્ટ (Shraddha Kapoor Post)

શ્રદ્ધા કપૂરે આજે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. શ્રદ્ધા ગુલાબી ખુલ્લા શર્ટ અને કાળા કાર્ગોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પહેલી તસવીરમાં શ્રદ્ધા તેના કૂતરાને ખોળામાં પકડીને જોવા મળે છે. બીજા ફોટામાં શ્રદ્ધા કેરીનો આનંદ માણતી જોવા મળે છે. ત્રીજો વીડિયો એક ઓટોનો છે, જેમાં શ્રદ્ધાનો કૂતરો જોવા મળે છે. છેલ્લો વીડિયો એક કાળા કૂતરાનો છે, જેને શ્રદ્ધા ખવડાવતી જોવા મળે છે. આ વીડિયોમાં શ્રદ્ધાના કાંડા પર એક ટેટૂ ચોક્કસપણે દેખાય છે.

શ્રદ્ધા કપૂર ઇન્સ્ટાગ્રામ પોસ્ટ (Shraddha Kapoor Instagram post)

શ્રદ્ધા કપૂરએ આ અદભુત તસવીરો અને વીડિયોનું કેપ્શન આપ્યું છે, ‘કેપ્શન લખવું નથી. આજે રવિવાર છે. મારીમારજી’. શ્રદ્ધાના આ ફોટા અને વીડિયો પર ચાહકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાના ઓપિનિયન શેર કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, ‘કેરીની મોસમ પાછી આવી ગઈ છે’ બીજા ચાહકે લખ્યું ‘દો ભૂલ ભુલૈયા’, બીજા ચાહકે લખ્યું, ‘તમે કેટલી કેરીઓ ખાધી છે’ બીજા ચાહકે લખ્યું, ‘ નવા ઘરમાં શિફ્ટ થયા કે શું?

આ પણ વાંચો: હેરા ફેરી 3 પરેશ રાવલ વિવાદ | એક્ટરે પૈસા કેમ પરત કર્યા?

શ્રદ્ધા કપૂર મુવીઝ (Shraddha Kapoor Movies)

શ્રદ્ધા કપૂર છેલ્લે હોરર-કોમેડી ફિલ્મ સ્ત્રી 2 માં જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રદ્ધા ફિલ્મ સ્ત્રી 3 માં જોવા મળશે, જે 13 ઓગસ્ટ 2027 ના રોજ રિલીઝ થશે. આ ઉપરાંત તેની પાસે ‘ચાલબાઝ ઇન લંડન’, ‘નાગિન’ અને ‘કેટરિના’ જેવી ફિલ્મો પણ છે. આ દિવસોમાં શ્રદ્ધા ફિલ્મ ‘તુમ્બાડ’ના દિગ્દર્શક સાથે એક પ્રોજેક્ટ પણ કરી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ