Shraddha Kapoor Relationship: શ્રદ્ધા કપૂર રાહુલ મોદી સાથે રિલેશનશીપમાં, રોહન શ્રેષ્ઠ સાથે કર્યું બ્રેક અપ

Shraddha Kapoor Rahul Mody Relationship: શ્રદ્ધા કપૂર રાહુલ મોદી લવ સ્ટોરી ચર્ચામાં છે. શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર રાહુલ મોદી સાથે ફોટો શેયર કરી પોતાના પ્રેમનો જાણે ખુલ્લો એકરાર કર્યો છે.

Shraddha Kapoor Rahul Mody Relationship: શ્રદ્ધા કપૂર રાહુલ મોદી લવ સ્ટોરી ચર્ચામાં છે. શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર રાહુલ મોદી સાથે ફોટો શેયર કરી પોતાના પ્રેમનો જાણે ખુલ્લો એકરાર કર્યો છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
શ્રદ્ધા કપૂર રાહુલ મોદી લવ સ્ટોરી | Shraddha Kapoor Rahul Mody Relationship viral photo

Shraddha Rahul photo viral: બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર રાહુલ મોદી ફોટો (ક્રેડિટ - શ્રદ્ધા કપૂર ઇન્સ્ટાગ્રામ)

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર રિલેશનશીપને લઇને ફરી ચર્ચામાં આવી છે. શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂર હાલમાં બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે ફરી રહી છે. એવું કહેવાય છે કે, જુના પ્રેમી રોહન શ્રેષ્ઠ સાથે શ્રદ્ધાએ બ્રેક અપ કરી લીધું છે અને હાલમાં રાહુલ મોદી સાથે નજીક આવી રહી છે. પોતાની લવ સ્ટોરી અંગે તેણીએ એક પોસ્ટ શેયર કરી જાણે દુનિયા સામે પ્રેમનો ખુલ્લો એકરાર કર્યો છે.

Advertisment

શ્રદ્ધા કપૂર બ્રેક અપ બાદ ફરી પ્રેમના તાંતણે બંધાઇ છે. શ્રદ્ધા કપૂરના યુવા ફેન્સના દિલ તૂટે એમ છે. તેણીએ પોતાનું દિલ બીજા કોઇના નામે કર્યું છે. શ્રદ્ધા કપૂર પોતાનાથી ત્રણેક વર્ષ નાના રાહુલ મોદી સાથે હાલ રિલેશનશીપમાં છે. બંને એકબીજા સાથે સ્પોટ પણ થઇ રહ્યા છે.

બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠ સાથે બ્રેક અપ બાદ શ્રદ્ધા કપૂર ફિલ્મ રાઇટર રાહુલ મોદી સાથે જોવા મળતી હતી. એવું કહેવાતું હતું કે, બંને એકબીજાને ડેટ રી રહ્યા છે. પરંતુ બંને તરફથી આ અંગે કોઇ ખુલાસો થતો ન હતો. પરંતુ હાલમાં શ્રદ્ધા કપૂરે પોતાના રિલેશન અંગે સ્પષ્ટતા કરી સૌને જાણે ચૌંકાવી દીધા છે.

શ્રદ્ધા કપૂરે રાહુલ મોદી સાથેની એક ખાસ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેયર કરી છે. જેમા બંને એકબીજા સાથે પોઝ આપી રહ્યા છે. વ્હાઇટ આઉટફિટમાં શ્રદ્ધા અને રાહુલ બંને એકબીજા સાથે ટ્વિનિંગ કરી રહ્યા છે. આ ફોટો શેયર કરી શ્રદ્ધા કપૂરે દિલ સ્પર્શી કેપ્શન લખી છે. તેણીએ લખ્યું છે કે, દિલ રાખી લે, ઉંઘ તો પાછી આપ યાર…

Advertisment
Shraddha Kapoor Rahul Mody Love Story Instagram viral Photo | શ્રદ્ધા કપૂર રાહુલ મોદી લવ સ્ટોરી ઇન્સ્ટાગ્રામ ફોટો વાયરલ
શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી (ફોટો ક્રેડિટ - શ્રદ્ધા કપૂર ઇન્સ્ટાગ્રામ)

શ્રદ્ધા કપૂરે આ પોસ્ટમાં રાહુલ મોદીને ટેગ કર્યો છે અને સાથોસાથ કેપ્શનમાં હાર્ટ ઇમોજી પણ રાખી છે. શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી સાથેની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. આ ફોટો પર ફેન્સ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ લગ્ન અંગે બધું જ...

શ્રદ્ધા કપૂર 37 વર્ષની છે અને પોતાનાથી 3 વર્ષ નાના રાહુલ સાથે દિલના તાર જોડ્યા છે. જોકે ફેન્સને શ્રદ્ધા અને રાહુલની જોડી પણ ઘણી પસંદ આવી રહી છે. ફેન્સ બંને પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે.

રાહુલ મોદી કોણ છે?

શ્રદ્ધા કપૂરનું દિલ જેના પર આવ્યું છે એ રાહુલ મોદી કોણ છે? ફેન્સ સહિત સૌને આ સવાલ થઇ રહ્યો છે. તમને જણાવીએ કે રાહુલ મોદી એક જાણીતા ફિલ્મ રાઇટર છે. રાહુલ મોદી પ્યાર કા પંચનામા 2, સોનૂ કે ટીટૂ કી સ્વીટી અને તૂ જુઠી મૈ મક્કાર જેવી ફિલ્મો માટે જાણીતા છે.

શ્રદ્ધા કપૂર લવ લાઇફ

શ્રદ્ધા કપૂર લવ લાઇફ અંગે વાત કરીએ તો રાહુલ મોદી પહેલા શ્રદ્ધા કૂપર ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ સાથે સંબંધમાં હતી. મીડિયા રિપોર્ટ અનુસાર બંને એકબીજાને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. પરંતુ એકાએક એવું કંઇ થયું કે બંનેએ બ્રેક અપ કર્યું છે.

celebrities મનોરંજન ન્યૂઝ