Shweta Tiwari Raja Chaudhary Divorce Reason | ટેલિવિઝન સ્ટાર શ્વેતા તિવારી (Shweta Tiwari) ના પતિ રહેલા રાજા ચૌધરી (Raja Chaudhary) એ અભિનેત્રી વિશે મોટો દાવો કર્યો છે. રાજાના દાવાઓએ એક નવો વિવાદ ઉભો કર્યો છે. એક પોડકાસ્ટ પર બોલતા, અભિનેતાએ ખુલાસો કર્યો કે તેમનું માનવું છે કે તેમના લગ્ન 2003 માં જ સમાપ્ત થઈ જવા જોઈતા હતા અને 2012 માં તેમના છૂટાછેડા સુધી લંબાવવા જોઈતા ન હતા. રાજાએ સંકેત આપ્યો કે સંબંધો બગડવાના અને ખલેલ પહોંચાડવાના સંકેતો પહેલાથી જ આવવા લાગ્યા છે.અહીં જાણો શ્વેતા તિવારી પતિ રાજા ચૌધરી ડિવોર્સનું શું આપ્યું કારણ?
શ્વેતા તિવારી રાજા ચૌધરી ડિવોર્સ કારણ (Shweta Tiwari Raja Chaudhary Divorce Reason)
શ્વેતા તિવારી ના પૂર્વ પતિ રાજા ચૌધરીએ તાજતેરમાં એક પોડકાસ્ટમાં છૂટાછેટા વિશે મોટો ખુલાસો કર્યો હતો, તેણે શ્વેતા પર તેના કસૌટી જિંદગી કી કોસ્ટાર સેઝેન ખાન (Cezanne Khan) સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો છે.
શ્વેતા તિવારીના ભૂતપૂર્વ પતિ રાજા ચૌધરીએ એક ઘટના યાદ કરતાં આરોપ લગાવ્યો કે તે એકવાર કસૌટી જિંદગી કીના સેટ પર શ્વેતાને મળવા ગયો હતો અને તેણે તેને સેઝેન ખાનની કારમાં આવતી જોઈ હતી. ‘એક કાર હતી, મારા ડોક્યુમેન્ટ તેમાં હતા અને મારે ક્યાંક જવું હતું, તેથી હું તેના શૂટિંગ પર પહોંચ્યો હતો. મેં આવીને જોયું કે તે સેઝેનના ડ્રાઇવર સાથે આવી રહી છે. તે તેની સાથે બેસીને આવી રહી હતી. સવારથી શૂટિંગ ચાલી રહ્યું હતું. તે હજુ સુધી સેટ પર પહોંચી પણ નથી.’
રાજાએ શેર કર્યું કે આ હોવા છતાં તેણે તે સમયે શ્વેતા પર વિશ્વાસ કરવાનું નક્કી કર્યું અને તેને બંને કલાકારો વચ્ચે કામ સંબંધિત મુલાકાત તરીકે લીધી. જોકે, ઘણા વર્ષો પછી, કડવાશ ફરી ઉભી થઈ હોય તેવું લાગતું હતું.
અત્યાર સુધી, શ્વેતા તિવારીએ રાજા ચૌધરીના તાજેતરના આરોપોનો કોઈ જવાબ આપ્યો નથી, જેના કારણે તેમનો ભૂતકાળ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
શ્વેતા તિવારીએ અગાઉ શું ખુલાસો કર્યો?
રસપ્રદ વાત એ છે કે શ્વેતાએ એક વખત બોલિવૂડલાઈફ સાથેના એક જૂના ઈન્ટરવ્યુમાં આ અફવાઓ વિશે વાત કરી હતી અને સેઝેન ખાન સાથેના કોઈપણ પ્રેમ સંબંધનો ઇનકાર કર્યો હતો. તેણીએ કહ્યું હતું કે, “મારા ઘણા લોકો સાથે અફેર હોવાનો આરોપ છે! ખરેખર? ક્યારે? શું કોઈએ મને ક્યારેય કોફી શોપ કે રેસ્ટોરન્ટમાં જોયો છે? શું કોઈએ મને ક્યારેય પાર્ટીઓમાં જોયો છે? હું KZK માટે મહિનામાં 30 દિવસ શૂટિંગ કરું છું. દુનિયામાં ક્યાં મારી પાસે અફેર રાખવાનો સમય છે?” તેણે આગળ ઉમેર્યું, “તેઓ એવું પણ કહે છે કે મેં તાજેતરમાં તેની સાથે સમાધાન કર્યું છે. હું તેની સાથે સમાધાન કેમ કરું? હું તેને નફરત કરું છું’





