/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/aditi-rao-hydari-siddharth-wedding.jpg)
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે લગ્ન કર્યા છે. (Photo - aditiraohydari)
Aditi Rao Hydari Wedding With Siddharth And Net Worth : અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લગ્ન બંધનમાં બંધાઇ ગયા છે. બોલીવુડ અભિનેત્રીએ સાઉથના સ્ટાર સાથે ચુપચાપ મેરેજ કર્યા છે. બંનેના લગ્નના સમાચાર સાંભળી ચાહકો અભિનંદન પાઠવી રહ્યા છે. બંને સેલિબ્રિટી પર્સનલ લાઇફને ખાનગી રાખવા ઇચ્છતા હોવાથી ચોરી ચોરી ચૂપકે ચૂપકે લગ્ન કર્યા હોવાનું મનાય છે. જો કે, બંને તરફથી હજુ સુધી તેમના લગ્નની સત્તાવાર ઘોષણા કરી નથી કે તેમના લગ્નની કોઈ તસવીર સામે આવી નથી. અલબત્ત અદિતિ અને સિદ્ધાર્થની પર્સનલ લાઈફ પણ ફિલ્મ સ્ટોરી જેવી ઇન્ટરસ્ટીંગ રહી છે.
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થના બીજા લગ્ન
તમને જાણીને નવાઇ લાગશે કે, અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ બંનેના આ બીજા લગ્ન છે. અદિતિ રાવ હૈદરીએ અગાઉ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. તેણે આ વાત ખાનગી રાખી હતી, પરંતુ વર્ષ 2013માં તેણે પુષ્ટિ કરી હતી અને બંને અલગ થઈ ગયા હતા. તો સિદ્ધાર્થના પ્રથમ લગ્ન 2003માં થયા હતા, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને ચાર વર્ષ બાદ તેમના લગ્ન તૂટી ગયા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/aditi-rao-hydari-royal-family-connection.jpg)
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થની લવસ્ટોરી (Aditi Rao Hydari Siddharth Love Story)
સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીની લવસ્ટોરીની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સમાં કહેવાય છે કે વર્ષ 2021માં તમિલ-તેલુગુ ફિલ્મ મહા સમુદ્રમ દરમિયાન તેઓ એકબીજાની નજીક આવ્યા હતા. ત્યારબાદ તે બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. બંને ઘણીવાર સાથે રીલ બનાવતા જોવા મળ્યા છે.
સિદ્ધાર્થ સાઉથનો ફેમસ સુપર સ્ટાર છે, તેણે તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. સિદ્ધાર્થે 2003માં શંકર દિગ્દર્શિત બોયઝ સાથે ડેબ્યૂ કર્યું હતું. તેણે ફિલ્મોમાં અદભૂત એક્ટિંગ કરી છે. તો અદિતિ રાવ હૈદરીએ 2006માં મલયાલમ ફિલ્મ પ્રજાપતિ સાથે ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે તેલુગુ, તમિલ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે, જેમાં ખાસ કરીને પદ્માવત, વઝીર અને મર્ડર 3 ફિલ્મ સુપરહિટ થઇ છે.
અદિતિ રાવ હૈદરીનું વર્કફ્રન્ટ
અદિતિ રાવ હૈદરીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ચિત્તા માં જોવા મળી હતી. હવે તે સંજય લીલા ભણસાલીની આગામી વેબ સિરીઝ 'હીરામંડી'માં જોવા મળવાની છે. આ ઉપરાંત તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે, જેમાં તે જોવા મળશે.
રાજકુમારી અદિતિ રાવ હૈદરી પાસે કેટલી સંપત્તિ છે? (Aditi Rao Hydari Net Worth)
અદિતિ રાવ હૈદરી રાજપરિવાર સાથે સંબંધ ધરાવે છે. મીડિય રિપોર્ટનું માનીયે તો 18 વર્ષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એક્ટિવ અદિતિ રાવ હૈદરીની નેટવર્થ 60 થી 62 કરોડ રૂપિયા છે. તે ફિલ્મમાં એક્ટિંગ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમજ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને જાહેરાતોમાંથી મહિને લગભગ 40 થી 50 લાખ રૂપિયા જેટલી આવક થાય છે. બોલીવુડ સેલિબ્રિટી અદિતિ રાવ હૈદરી હૈદરાબાદમાં આલિશાન હવેલી અને મુંબઇમાં વર્સોવામાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની માલકીન છે. તેની પાસે Audi Q7, Mercedes-Benz QLS, BMW X7 સહિત અન્ય મોંઘીદાટ કાર ક્લેક્શન છે.
આ પણ વાંચો | અદિતિ રાવ હૈદરી- સિદ્ધાર્થના સિક્રેટ મેરેજ, રાજ પરિવારની રાજકુમારીના આમિર ખાન સાથે છે ખાસ કનેક્શન
સિદ્ધાર્થ અદિતિ કરતા વધુ ધનવાન છે? (Siddharth Net Worth)
અદિતિ રાવ હૈદરી કરતા સિદ્ધાર્થ વધારે ધનવાન છે. મીડિયા રિપોર્ટ અનુસાર સિદ્ધાર્થની નેટવર્થ આશરે 70 કરોડ રૂપિયા છે. તે હૈદરાબાદ, ચેન્નઇ અને મુંબઇમાં મકાનનો માલિક છે. સિદ્ધાર્થ પાસે રોલ્સ રોયસ, મર્સિડીઝ બેન્ઝ અને ઓડી A4 જેવી લક્ઝુરિયલ કાર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us