આ રીતે કિયારા અડવાણીએ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાનો બર્થડે સેલિબ્રેટ કર્યો, જાણો સંપત્તિમાં કોણ છે આગળ?

Siddharth Malhotra Birthday : બોલિવૂડનો હેન્ડસમ હંક સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગઇકાલે તેનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. કિયારા અડવાણી સાથેના લગ્ન પછી આ તેનો પહેલો જન્મદિવસ હતો. કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પર બર્થડે સેલિબ્રેશનની ઝલક પણ શેર કરી હતી.

Written by mansi bhuva
Updated : January 17, 2024 10:15 IST
આ રીતે કિયારા અડવાણીએ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાનો બર્થડે સેલિબ્રેટ કર્યો, જાણો સંપત્તિમાં કોણ છે આગળ?
આ રીતે પત્ની કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રાનો બર્થડે સેલિબ્રેટ કર્યો

બોલિવૂડનો હેન્ડસમ હંક સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગઇકાલે તેનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. (happy birthday sidharth malhotra). કિયારા અડવાણી સાથેના લગ્ન પછી આ તેનો પહેલો જન્મદિવસ હતો. જેથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની પત્ની કિયારા (kiara advani and sidharth malhotra) માટે આ જન્મદિવસ ખૂબ જ ખાસ હતો. આ બર્થડે સેલિબ્રેશનને વધુ ખાસ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા.

કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પર બર્થડે સેલિબ્રેશનની ઝલક પણ શેર કરી હતી. એક નાનકડા વીડિયોમાં, અભિનેત્રીએ સિદ્ધાર્થના જન્મદિવસની ઉજવણીથી લઈને તેની કેક સુધીની ઝલક બતાવી છે.

અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી પોસ્ટ કરતી વખતે, બર્થડે સેલિબ્રેશનની ઝલક શેર કરી હતી અને અભિનેતાને ખૂબ જ પ્રેમભર્યા અંદાજમાં બર્થડે વિશ કર્યો હતો. આ કપલનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી કિયારા અડવાણી તેના પતિ સિદ્ધાર્થને હગ કરીને પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની બર્થડે કેક તેમના લુક્સ કરતાં વધુ લાઈમલાઈટમાં છે. વીડિયોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ઓરેન્જ-ગ્રીન-બ્લુ કલરની મલ્ટીકલર ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે. અભિનેત્રી બ્લેક વી નેક ડ્રેસમાં જોવા મળી હતી. અભિનેતાના જન્મદિવસની કેકમાં બ્લેક સૂટમાં તેનું મિનીએચર કાર્ટૂન છે. આ સિવાય કેક પર જૂની ફિલ્મોની રીલ પણ જોવા મળી રહી છે, જેના પર તેની અત્યાર સુધીની તમામ ફિલ્મોમાં અભિનેતાની ભૂમિકાઓની ઝલક જોવા મળે છે.

કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ ‘શેરશાહ’ના સેટ પર મળ્યા હતા અને ગયા વર્ષે 2023માં લગ્નના તાંતણે બંધાયા. આ કપલે 7 ફેબ્રુઆરીએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેના લગ્નની તસવીરોએ પણ સોશિયલ મીડિયા પર ઘણી વાહ-વાહી વહોરી હતી.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ટોપ સ્ટાર્સમાંના એક છે. બંને સ્ટાર્સે પોતાની એક્ટિંગના દમ પર ઘણી કમાણી કરી છે. આ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ જાહેરાતોમાંથી કમાણી કરે છે.

sidharth malhotra birthday

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા એક ફિલ્મ માટે 7-8 કરોડ રૂપિયા લે છે, જ્યારે કિયારા અડવાણી એક ફિલ્મ માટે 4-5 કરોડ રૂપિયા લે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા એક બ્રાન્ડ માટે 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે કિયારા અડવાણી 2 થી 3 કરોડ રૂપિયા લે છે.

siddharth malhotra and kiara advani

સિદ્ધાર્થ મલ્હોત્રાની અત્યાર સુધીની કુલ સંપત્તિ 80 કરોડ રૂપિયા છે. તો બીજી તરફ કિયારા અડવાણીની કુલ સંપત્તિ 23 કરોડ રૂપિયા છે. આ રીતે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની સંયુક્ત સંપત્તિ 103 કરોડ રૂપિયા થશે.

આ પણ વાંચો : Bigg Boss 17: બિગ બોસ 17ના વિજેતાની કિસ્મત ચમકશે, ટ્રોફી અને પ્રાઇસ મનીની સાથે મળશે આ મોંઘી ગીફ્ટ

સિદ્ધાર્થ મલ્હોત્રાનું મુંબઈમાં આલિશાન ઘર છે અને તેની પાસે ખૂબ જ મોંઘા વાહનો છે. બીજી તરફ કિયારા અડવાણી પાસે ઘર અને મોંઘા વાહનો પણ છે. તે ખૂબ જ મોંઘી બ્રાન્ડનો ઉપયોગ કરે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ