Sidharth Kiara Love Story: સિદ્ઘાર્થ મલ્હોત્રાએ તેની દુલ્હન કિયારા અડવાણીને લગ્ન માટે આ અંદાજમાં કર્યુ હતુ પ્રપોઝ

Sidharth Kiara Wedding Reception date: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્ન (Sidharth kiara weding) ના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા છે. આ કપલની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

Written by mansi bhuva
Updated : February 09, 2023 14:58 IST
Sidharth Kiara Love Story: સિદ્ઘાર્થ મલ્હોત્રાએ તેની દુલ્હન કિયારા અડવાણીને લગ્ન માટે આ અંદાજમાં કર્યુ હતુ પ્રપોઝ
આજે સિદ્ધાર્થ કિયારાના લગ્નનું દિલ્હી ખાતે ગ્રાન્ડ રિસેપ્શન

Sidharth Kiara: બોલિવૂડનું મોસ્ટ લવેબલ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારી અડવાણી (Sidharth Malhotra and Kiara Advani) એ 7 ફેબ્રુઆરીના રોજ સૂર્યગઢ પેલેસ (Suryagadh Palace) ખાતે રંગેચંગે લગ્ન કર્યા છે. આજે 9 ફેબ્રુઆરીના રોજ સિદ્ધાર્થ-કિયારાનું પારિવારીક વેડિંગ રિસેપ્શન (Sidharth kiara wedding reception) દિલ્હી ખાતે યોજાશે. જ્યારે 12 ફેબ્રુઆરીના રોજ મુંબઇમાં આ સ્ટાર જોડીનું બોલિવૂડ માટે ગ્રાન્ડ રિસેપ્શન રાખવાનું આયોજન છે. ત્યારે આવો જાણીએ કે, સિદ્ધાર્થ મલ્હોત્રાએ કંઇ રીતે કિયારા અડવાણીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને બંનેની પ્રેમગાથા કેટલી દિલચસ્પ છે.

મળતી માહિતી અનુસાર સિદ્ધાર્થ અને કિયારા હવે મુંબઇના જૂહુના કિનારે સ્થિત એક આલિશાન બંગલામાં પોતાની સપનાની દુનિયા વસાવાશે તેવી ચર્ચા છે. સિદ્ધાર્થ મલ્હોત્રાને જુહુના સમુદ્ર કિનારા પાસેનો એક બંગલો પણ પસંદ પડયો છે જે 3,500 સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે. તેમજ તેની કિંમત 70 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.

હવે વાત કરીએ કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારાને કેવી રીતે પ્રપોઝ કર્યું હતું. મહત્વનું છે કે, સિદ્ધાર્થ કિયારાની લવ સ્ટોરી અંગે એવા સમાચાર છે કે, તે બંને ફિલ્મ શેરશાહ’ના શૂટિંગ દરમિયાન એકબીજા પ્રેમમાં પડ્યા હતા. પરંતુ હકીકત કંઇક અલગ જ છે.

ખરેખર તો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની પહેલી મુલાકાત બંનેની મુલાકાત ત્યારે થઈ જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય અભિનેતા બન્યો હતો તે સમયે કિયારા હજી તેની કારકિર્દી સાથે સંઘર્ષ કરી રહી હતી.

‘કોફી વિથ કરણ’ના એક એપિસોડમાં કિયારાએ કહ્યું હતું કે, તે સિદ્ધાર્થ મલ્હોત્રાને ‘શેરશાહ’ પહેલાથી ઓળખતી હતી. બંનેની પહેલી મુલાકાત કિયારાની ‘લસ્ટ સ્ટોરીઝ’ ની રેપ-અપ પાર્ટીમાં થઈ હતી અને ત્યાંથી તેમની મિત્રતા શરૂ થઈ હતી. થોડા વર્ષો બાદ સિદ્ધાર્થ અને કિયારા ફિલ્મ ‘શેરશાહ’ માં સાથે જોવા મળ્યા હતા. બંને પહેલેથી જ સારા મિત્રો હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમની નિકટતા વધી હતી. રિપોર્ટ્સ અનુસાર, બંનેએ વર્ષ 2021 માં પોતાના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ કિયારાના માતા-પિતા સિદ્ધાર્થના પરિવારને તેમના ઘરે ડિનર માટે આમંત્રિત કર્યા હતા.

સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા અડવાણી સામે ફિલ્મ ‘શેરશાહ’ના ફેમસ ગીતમાં ઘૂંટણીયે બેસીને પોતાનું દિલ ખોલીને રાખી દીધું હતું. ફિલ્મ ‘શેરશાહ’ નિકટતા આવ્યાં બાદ સિદ્ધાર્થ અને કિયારાએ 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ