નવયુગલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Kiara Advani and Sidharth Malhotra) એ જીવનભર સાથે રહેવા માટે સપ્તપદીના વચન લઇ લીધા છે. લગ્ન પહેલા આ જોડીએ ‘શેરશાહ’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ પછી હવે આ બંને ફરી એકસાથે રોમેન્ટીક કોમેડી ફિલ્મમાં ધૂમ મચાવશે. સિદ્ધાર્થ-કિયારાની અપકમિંગ ફિલ્મ કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મના ટાઇટલ અને બાકીની સ્ટાર કાસ્ટ અંગે ટૂંક સમયમાં જાહેરાત થવાની સંભાવના છે.
સિદ્ધ-કિયારાની કિસ્મત બદલનાર ફિલ્મ ‘શેરશાહ’એટલી ભાવનાત્મક હતી કે, તેના અંતના દ્રશ્યો જોઇને લોકો હિબકે ચડ્યા હતા. તેથી તેની નવી ફિલ્મ સંપૂર્ણ રીતે કોમેડિ ફિલ્મ હશે. મહત્વનું છે કે, સિદ્ધાર્થની ઇચ્છા હતી કે તે કિયારા સાથે એક મસ્તીભરી ફિલ્મ કરે. જે અવસર લગ્ન બાદ ટૂંક સમયમાં જ આવી ગયો. જો કે આ માટે તેણે કરણ જોહરને વિનંતી કરી હતી. ત્યારે કરણ જોહરે હવે આ બે પ્રિય કલાકરો માટે સ્ક્રિપ્ટ ફાઇનલ કરી દીધી છે.
કિયારા અને સિદ્ધાર્થનાં લગ્ન થયાં ત્યારે જ બંને કરણ જોહરની ત્રણ – ત્રણ ફિલ્મો સાથે કરી રહ્યાં હોવાની ચર્ચા ફેલાઈ હતી. જો કે બાદમાં આ વાતને રદિયો અપાયો હતો. હવે નવી ફિલ્મ અંગે સત્તાવાર જાહેરાતની રાહ છે.
ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રા અન કિયારા અડવાણી હાલ ખુબ જ ચર્ચામાં છે. આ નવદંપતીએ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસ ખાતે ભવ્યાતિભવ્ય રીતે લગ્ન કર્યા હતા. આ પછી કપલે તેમના લગ્નની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા જ બૂલેટ ગતિએ વાયરલ થઇ ગઇ હતી. આ સાથે એક રેકોર્ડ પણ નોંધાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તસવીરોને જોઇને પ્રશંસકો અત્યંત ખુશ છે. જેને પગલે આ તસવીરોને અસંખ્ય લાઇક્સ મળી છે. આ સાથે સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તસવીરોને ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવી છે.
સિદ્ધ-કિયારાના લગ્નની તસવીરોને 14 મિલિયનથી વધુ Instagram વપરાશકર્તાઓ દ્વારા પસંદ કરવામાં આવી છે. આ સાથે, Reddit થ્રેડ અનુસાર, કિયારાના લગ્નની તસવીરોને ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ પસંદ કરાયેલી તસવીર બની ગઈ છે. અગાઉ, તે આલિયા ભટ્ટ હતી જેણે ગયા વર્ષે રણબીર કપૂર સાથેના લગ્નની તસવીર પર 13.19 મિલિયન લાઇક્સ સાથે રેકોર્ડ બનાવ્યો હતો.
વિકી કૌશલ અને કેટરીના કૈફની વાત કરીએ તો આ કપલે ડિસેમ્બર 2021માં સવાઇ માધોપુર ખાતે ભવ્ય લગન કર્યા હતા. વિકી કૈટના લગ્નની તસવીરોને 12.6 મિલિયનથી વધુ લાઇક્સ મળી છે.