સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પહેલા કંગના રનૌતે સ્ટાર જોડીના કર્યા વખાણ

Sidharth Kiara Wedding: પાછલા કેટલાક દિવસોથી સમાચાર આવી રહી છે કે કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ લગ્નની તારીખ (kiara advani and sidharth malhora wedding date ) નક્કી કરી લીધી છે અને બધી તૈયારીઓ છૂપી રીતે કરી રહ્યા છે.

Written by mansi bhuva
February 05, 2023 11:29 IST
સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પહેલા કંગના રનૌતે સ્ટાર જોડીના કર્યા વખાણ
કંગના રનૌતે સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ-કિયારાના લગ્ન અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

બોલિવૂડ સ્ટાર જોડી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલ સૌથી વધુ ચર્ચામાં છે. સિદ્ધાર્થ-કિયારાના 6 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં શાહી લગ્ન યોજાશે. જેની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ કપલને વાસ્તવિક જીવનમાં એક સાથે જોવા માટે પ્રશંસકો આતુર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને લગ્ન માટે જેસલમેર માટે રવાના થઇ ગયા છે. આપને જણાવી દઇએ કે, અભિનેત્રી કંગના રનૌતે સિદ્ધાર્થ કિયારાની જોડીને લઇને પોસ્ટ કરી છે.

કંગના રનૌતે સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ-કિયારાના લગ્ન અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ક્યૂટ પોસ્ટ શેર કરી છે જેમાં તેણે સિદ્ધાર્થ-કિયારા વિશે હૃદય સ્પર્શી વીડિયો શેર કર્યો છે. કંગના રનૌતે કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેર શાહના ગીત ‘તેરી મેરી ગલ્લા હોગી મશહૂર’નો ફોટો અને વીડિયો શેર કર્યો છે. બંનેના વખાણ કરતાં અભિનેત્રીએ તેમને બોલિવૂડનું સૌથી ક્યૂટ કપલ ગણાવ્યું છે. કંગનાની આ ઈન્સ્ટા સ્ટોરી વાયરલ થઈ રહી છે.

કંગનાએ લખ્યું- કેટલું સુંદર કપલ છે. આવો પ્રેમ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ જોવા મળે છે. આ બંને એક સાથે ખૂબ જ સુંદર લાગે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના લગ્નને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. આજે કિયારા અડવાણી એરપોર્ટ પર જોવા મળી હતી. અભિનેત્રી પ્રાઈવેટ જેટ દ્વારા જેસલમેર જવા રવાના થઈ છે. જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં બંનેના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પંજાબી લગ્નમાં પીઠી, મહેંદી અને સંગીત ધૂમધામથી થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ