Sidharth Kiara Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના યોજાશે શાહી લગ્ન, લગ્ઝરી હોટલ-ગાડીઓ બુક

Sidharth Kiara Wedding: પાછલા કેટલાક દિવસોથી સમાચાર આવી રહી છે કે કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ લગ્નની તારીખ (kiara advani and sidharth malhora wedding date ) નક્કી કરી લીધી છે અને બધી તૈયારીઓ છૂપી રીતે કરી રહ્યા છે.

Written by mansi bhuva
Updated : February 02, 2023 15:57 IST
Sidharth Kiara Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના યોજાશે શાહી લગ્ન, લગ્ઝરી હોટલ-ગાડીઓ બુક
sidharth kiara wedding, સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા અડવાણી ફાઇલ તસવીર

Kiara Advani and Sidharth Malhotra Wedding: હાલ દેશભરમાં લગ્નની મોસમ ખીલી ઉઠી છે. ખાસ કરીને ફેબ્રુઆરી માંસ જે રોમાન્સનો મહિનો કહેવાય છે. આ મહિનામાં ‘વેલેન્ટાઇન ડે’ આવે છે. ત્યારે આ મહિનામાં બોલિવૂડનું લોકપ્રિય કપલ કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લગ્નન (sidharth malhotra and kiara advani wedding) ના પવિત્ર બંધનમાં બંધાશે. મળતી માહિતી અનુસાર સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તારીખ, વેડિંગ વેન્ચુ અને ગેસ્ટ લિસ્ટ લગભગ તૈયાર છે.

આ કપલના લગ્ન 5 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 8 ફેબ્રુઆરી સુધી ચાલશે. મહત્વનું છે કે, તાજેતરમાં જ બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી પુત્રી આથિયા શેટ્ટીએ ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા છે.

છેલ્લા કેટલાય સમયથી શેરશાહ મૂવી બાદ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન કરશે તેવી ચર્ચા ચાલી રહી હતી હવે તે ઘડી આવી ગઈ છે. લાંબા સમયથી રાહ જોનારા તેમના પ્રશંસકોની આતુરતા હવે ખત્તમ થશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

આ પણ વાંચો: શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ને સુપરહિટ બનાવવા માટે આ નેગેટિવ પબ્લીસિટી સ્ટંટ કરાયો હતો?

કપલના લગ્નમાં લગભગ 100-125 મહેમાનો હાજરી આપશે. આ લિસ્ટમાં ઘણી સેલિબ્રિટીઝના નામ પણ છે. સિદ્ધાર્થ અને કિયારાએ લગ્ન માટે જેસલમેરનો લોકપ્રિય પેલેસ સૂર્યગઢ પસંદ કર્યો છે.મહેમાનોના રહેવા માટે મહેલના લગભગ 84 લક્ઝરી રૂમ બુક કરવામાં આવ્યા છે. આ સિવાય મહેમાન માટે 70થી વધુ વાહનો પણ બુક કરવામાં આવ્યા છે, જેમાં મર્સિડીઝ, જગુઆરથી લઈને બીએમડબલ્યુનો સમાવેશ થાય છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના શાહી લગ્નની જવાબદારી મુંબઈની એક મોટી વેડિંગ પ્લાનર કંપનીને આપવામાં આવી છે. હોટેલ બુકિંગથી લઈને ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ લગ્નમાં આવનાર મહેમાનો અને અન્ય કાર્યક્રમોના આયોજન માટે હોટલ મેનેજમેન્ટ દ્વારા ઘણી ગુપ્તતા જાળવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: શાહરૂખ ખાનની ‘પઠાણ’ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ માર્કંડેય કાત્જુ, ‘કોઇ સામાજિક સુસંગતતા નથી’

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્નમાં મહેમાનોના આવવાની પ્રક્રિયા 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. સ્ટાર કપલના લગ્નમાં ખૂબ નજીકના મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બંનેના પરિવાર સિવાય ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા નામ આમાં સામેલ છે. ડાયરેક્ટર કરણ જોહર, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના નામ સામે આવ્યા છે. કિયારા અડવાણી અને ઈશા અંબાણી બંને સ્કૂલ ફ્રેન્ડ્સ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ