સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે જન્મ જન્માંતર માટે થશે એક, શું કિયારા સિદ્ધાર્થ માટે શુકનિયાળ પુરવાર થશે?

Sidharth Kiara Wedding: પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી ટૂંક સમયમાં લોકપ્રિય અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની પત્ની બનવા જઈ રહી છે, જેનો અર્થ છે કે અન્ય એક બોલિવૂડ કપલ વાસ્તવિક જીવનમાં લગ્ન કરવા જઈ રહ્યું છે.

Written by mansi bhuva
February 07, 2023 07:28 IST
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે જન્મ જન્માંતર માટે થશે એક, શું કિયારા સિદ્ધાર્થ માટે શુકનિયાળ પુરવાર થશે?
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે લગ્નના બંધનમાં બંધાશે

બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા અડવાણી સંગ જેસલમરમાં ભવ્યતિભવ્ય સૂર્યગઢ પેલેસ ખાતે લગ્ન કરશે. લગ્ન પહેલાં રવિવારની રાતથી શરુ થયેલો સંગીત સમારોહ વહેલી પરોઢ સુધી ચાલ્યો હતો. મહેમાનોને પાંચ જાતની બાટી સાથે દાળ અને ચૂરમું સહિતની રાજસ્થાની વાનગીઓ તથા પંજાબી સ્વાદિષ્ટ વાનગીઓનું વેલકમ લંચ પીરસવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

અહેવાલો અનુસાર કિયારા અડવાણીના હાથોમાં સોમવારે (6 ફેબ્રુઆરી) મહેંદી રચવામાં આવી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે (8 ફેબ્રુઆરી) ના રોજ એકમેકનો સાથ જન્મો જન્મ સુધી નિભાવવાનાં વચનો સાથે સાત ફેરા લેશે. પ્રાપ્ત વિગતો અનુસાર, સૂર્યગઢ પેલેસ ખાતે એટલી ટાઇટ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કપલના કે અન્ય કોઇ પણ લગ્ન સમારોહની તસવીરો લીક ન થાય.

સંગીત સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે શાહિદ કપૂર અને તેની પત્ની મીરાં ઉપરાંત કરણ જોહર ગઈકાલે જ જેસલમેર પહોંચી ગયા હતા. રવિવારે રાતે ઈશા અંબાણી પણ તેના પતિ સાથે પહોંચી હતી. આકાશ અને શ્લોકા પણ લગ્નમાં ભાગ લેવા જેસલમેર પહોંચ્યાં હતાં. ઈશા અને કિયારા સ્કૂલ ફ્રેન્ડ હોવાથી ઈશાને કિયારાનાં લગ્ન માટે સવિશેષ ઉમંગ છે. જુહી ચાવલા પણ જેસલમેર પહોંચી હતી. જુહી ચાવલા અને કિયારાના પિતા બાળપણનાં મિત્રો છે અને તેમના વચ્ચે પારિવારિક સંબંધો છે.

બીજી તરફ, યુગલનાં લગ્ન જીવન વિશે આગાહીઓ પણ થવા લાગી છે. એક ટેરોટ કાર્ડ રિડરની આગાહી મુજબ કિયારા સિદ્ધાર્થ માટે શુકનિયાળ પુરવાર થશે. લગ્ન બાદ સિદ્ધાર્થની કેરિયર આગળ ધપશે. સિદ્ધાર્થ લગ્ન બાદ ફિલ્મ નિર્માણમાં પણ ઝંપલાવશે. કિયારા બહુ જ સુશીલ અને ગુણકારી પત્ની સાબિત થશે. કિયારા લગ્નના બે વર્ષમાં માતા બનશ એવી આગાહી કરવામાં આવી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના શાહી લગ્નની જવાબદારી મુંબઈની એક મોટી વેડિંગ પ્લાનર કંપનીને આપવામાં આવી છે. હોટેલ બુકિંગથી લઈને ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ લગ્નમાં આવનાર મહેમાનો અને અન્ય કાર્યક્રમોના આયોજન માટે હોટલ મેનેજમેન્ટ દ્વારા ઘણી ગુપ્તતા જાળવવામાં આવી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ