હાલ દેશભરમાં લગ્નની મોસમ ખીલી ઉઠી છે. ખાસ કરીને ફેબ્રુઆરી માંસ જે રોમાન્સનો મહિનો કહેવાય છે. આ મહિનામાં ‘વેલેન્ટાઇન ડે’ આવે છે. ત્યારે આ મહિનામાં બોલિવૂડનું લોકપ્રિય કપલ કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લગ્નનના પવિત્ર બંધનમાં બંધાશે.
બોલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી બે દિવસ બાદ 6 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન માટે આ જોડીએ રાજસ્થાનના જેસલમેરનો સૂર્યગઢ પેલેસ પસંદ કર્યો છે. આ હોટલ યાદગાર લગ્નો માટે સમગ્ર દેશમાં ફેમસ થઈ ચૂકી છે. ત્યાંની રાજવી શાન સેલેબ્રિટીને આકર્ષિત કરે છે.

રાજસ્થાનની મહેમાનનવાઝી અને શાહી પહેરવેશના મોટા ઉદ્યોગપતિથી લઈને બોલીવુડ જ નહીં પરંતુ હોલીવુડના સ્ટાર પણ દિવાના છે. રાજસ્થાનની ઐતિહાસિક ધરોહર અદ્ભુત છે. જયપુર, જોધપુર, જેસલમેર, ઉદયપુર અને સવાઈમાધોપુર ઘણી મોટી હસ્તીઓની ખુશીઓના અવસરે ચાર ચાંદ લાગી ચૂક્યા છે. બોલીવુડની મોટી હસ્તીઓ હોય કે પછી દુનિયાના મોટા ઉદ્યોગપતિ દરેકની ઈચ્છા હોય છે કે તેઓ પોતાના યાદગાર સમારોહ રાજસ્થાનમાં કરે. મહત્વનું છે કે, સવાઇમાઘોપુરના પેલેસમાં કેટરીના કૈફ અને વિકી કૌશલ લગ્નના બંધનમાં બંધાયા હતા.

મુંબઈ રાજસ્થાનથી સેંકડો કિલોમીટર દૂર છે. બોલીવુડના આ કપલે દેશની ટોપ 10 હોટલમાં સામેલ આ સ્થળને કદાચ એટલા માટે પસંદ કર્યુ કે તેઓ પોતાના જીવનના સૌથી સુંદર પળને યાદગાર બનાવી શકે. આ સ્ટાર કપલ જેસલમેરના સૂર્યગઢ હોટલમાં 6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. જેસલમેરની સૂર્યગઢ હોટલ શહેરથી લગભગ 16 કિમી દૂર સમ રોડ પર આવેલી છે.

હોટલને જયપુર નિવાસી એક વેપારીએ ડિસેમ્બર 2010માં બનાવી હતી. લગભગ 65 એકરના એરિયામાં ફેલાયેલી આ હોટલ જેસલમેરના પીળા પથ્થરોથી બનેલુ છે. આ ડેસ્ટિનેશન વેડિંગ માટે વિશ્વમાં મશહૂર છે. આ હોટલમાં ગેસ્ટ રૂમ સાથે સ્વિમિંગ પુલ અને 65 એકરમાં ફેલાયેલા શાનદાર ગાર્ડનમાં લગ્નના તમામ ફંક્શન કરવા માટે શ્રેષ્ઠ લોકેશન મળી જાય છે.

સૂર્યગઢ પેલેસમાં 84 રૂમ છે. 92 બેડરૂમ છે. 2 મોટા ગાર્ડન છે. એક આર્ટિફિશિયલ લેક પણ છે. આ સિવાય જિમ, બાર, ઈનડોર સ્વિમિંગ પુલ, 5 મોટા વિલા, 2 મોટા રેસ્ટોરન્ટ, ઈનડોર ગેમ્સ, હોર્સ રાઈડિંગ, મિની જૂ અને ઓર્ગેનિક ગાર્ડન છે.
હોટલમાં લગ્નના ફંક્શન માટે અલગ-અલગ ગાર્ડન બનેલા છે. હોટલનું ઈન્ટિરિયર અને લોકેશન મહેમાનોને ખૂબ પસંદ આવે છે. આ કારણોસર કિયારા અને સિદ્ધાર્થે સૂર્યગઢને લગ્ન માટે પસંદ કર્યુ છે. ત્યાં બાવડી હોટલના નામે એક સ્થળ છે. આ સ્થળ સ્પેશિયલ લગ્નના ફેરા માટે બનાવવામાં આવ્યુ છે. મંડપના ચારે તરફ ચાર પિલર લગાવવામાં આવ્યા છે. આ મંડપમાં જ કિયારા-સિદ્ધાર્થ ફેરા લેશે.
હોટલના 2 મોટા ગાર્ડન લેક સાઈડ પર સ્થિત છે. ત્યાં એક હજારથી વધુ મહેમાન આવી શકે છે. કિયારાને ત્યાં મહેંદી લગાવવામાં આવશે. હોટલના સૌથી મોટા કોર્ટ યાર્ડ સંગીત, હલ્દી અને મહેંદી માટે બેસ્ટ પ્લેસ છે. ચારે તરફ પીળા પથ્થરોથી બનેલી નકશીદાર જાળીઓ સાથે ઊંચી બિલ્ડિંગમાં લાંબા પડદા લગાવીને આને સુંદર બનાવવામાં આવે છે. ત્યાં ડિનરનો પ્રતિ વ્યક્તિ 15 હજાર રૂપિયા ચાર્જ કરવામાં આવે છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના શાહી લગ્નની જવાબદારી મુંબઈની એક મોટી વેડિંગ પ્લાનર કંપનીને આપવામાં આવી છે. હોટેલ બુકિંગથી લઈને ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ લગ્નમાં આવનાર મહેમાનો અને અન્ય કાર્યક્રમોના આયોજન માટે હોટલ મેનેજમેન્ટ દ્વારા ઘણી ગુપ્તતા જાળવવામાં આવી રહી છે.