બોલિવૂડનુ લવેબલ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ગઇકાલે 7 ફેબ્રુઆરીએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા છે. જેસલપુરના સૂર્યગઢ ખાતે તેમના ભવ્યતિભવ્ય લગ્ન યોજાયા હતા. સૂર્યગઢ પેલેસને સિદ્ધાર્થ-કિયારાના લગ્ન માટે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની લગ્ન વિધિ સંપન્ન થયા બાદ કપલે તેમના વેડિંગની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી છે. જેમાં સિદ્ધ કિયારા એકસાથે ખુબ જ સુંદર લાગી રહ્યા છે. આ સ્ટાર જોડીના ચાહકો પણ તેમને એકસાથે જોવા માટે ખુબ જ આતુર હતા. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરોમાં સિદ્ધાર્થ કિયારાને કિસ કરતો નજર આવે છે. કપલની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ખલબલી મચાવી દીધી છે. ચોતરફ સિદ્ધ-કિયારા છવાયેલા છે.

બીજી તરફ કિયારા અડવાણીનો સિમ્પલ અને એલિગેંટ લુક બધાને ખુબ જ પસંદ આવી રહ્યો છે. કિયારાના વેડિંગ લહેંગાથી લઇને તેના પન્ના જડિત હારની ચારેતરફ ચર્ચા થઇ રહી છે. કિયારાનો વેડિંગ લહેંગો વિશ્વસ્તરે ખ્યાતિ ધરાવનાર ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો છે. મનીષ મલ્હોત્રાએ કિયારાની વેડિંગ લહેંગાને ખાસ બનાવવા માટે ખુબ બારીકાઇથી કામ કર્યું હોય તેવું લાગી રહ્યુ છે.

કિયારા આ પિંક કલરના વેડિંગ લહેંગામાં મનમોહિની લાગી રહી છે. મહત્વનું છે કે, કિયારાનો વેડિંગ લહેંગો ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો છે. તેથી તેની કિંમત પણ લાખો-કરોડમાં હોઇ શકે છે.
મીડિયા અહેવાલ અનુસાર “સિદ્ધાર્થ તેના બાંદ્રા પેડની જેમ જ સમુદ્ર તરફનું ઘર રાખવા માટે ઉત્સુક છે, જે તેને અરબી સમુદ્રનો અપ્રતિબંધિત દૃશ્ય પ્રદાન કરે છે.” અહેવાલો સૂચવે છે તેમ, સ્ટારની નજર ઉંટઙઉ સ્કીમના બંગલા પર છે. તે ઉંટઙઉના સિક્સ્થ રોડ પર 3,500 ચોરસ ફૂટની વિશાળ મિલકત છે.