બોલિવૂડની મોસ્ટ ફેવરિટ સ્ટાર જોડી સિદ્ધાર્થ મલ્હોત્રા અન કિયારા અડવાણી હાલ ખુબ જ ચર્ચામાં છે. આ નવદંપતીએ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસ ખાતે ભવ્યાતિભવ્ય રીતે લગ્ન કર્યા હતા. આ પછી કપલે તેમના લગ્નની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા જ બૂલેટ ગતિએ વાયરલ થઇ ગઇ હતી. જે અંગે હવે મોટા સમાચાર સામે આવ્યાં છે. સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તસવીરોને અઢળક લાઇક્સ મળી છે. આ સાથે એક રેકોર્ડ પણ નોંધાયો છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ સપ્તપદિના વચન લઇ ભવોભવનો સાથ પાક્કો કરી લીધો છે. આ સ્ટાર જોડીના લગ્નમાં પોતાનો પરિવાર, ખાસ મિત્રો તેમજ થોડાક જ સગા સંબંધિઓ સામેલ થયા હતા. ત્યારે સિદ્ધ-કિયારાને એકસાથે જોવા માટે ભારે હર કોઇ ભારે ઉત્સાહિત હતું.
આવામાં સોશિયલ મીડિયા પર વાયરલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તસવીરોને જોઇને પ્રશંસકો અત્યંત ખુશ છે. જેને પગલે આ તસવીરોને અસંખ્ય લાઇક્સ મળી છે. આ સાથે સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તસવીરોને ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવી છે.
સિદ્ધ-કિયારાના લગ્નની તસવીરોને 14 મિલિયનથી વધુ Instagram વપરાશકર્તાઓ દ્વારા પસંદ કરવામાં આવી છે. આ સાથે, Reddit થ્રેડ અનુસાર, કિયારાના લગ્નની તસવીરોને ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ પસંદ કરાયેલી તસવીર બની ગઈ છે. અગાઉ, તે આલિયા ભટ્ટ હતી જેણે ગયા વર્ષે રણબીર કપૂર સાથેના લગ્નની તસવીર પર 13.19 મિલિયન લાઇક્સ સાથે રેકોર્ડ બનાવ્યો હતો.
વિકી કૌશલ અને કેટરીના કૈફની વાત કરીએ તો આ કપલે ડિસેમ્બર 2021માં સવાઇ માધોપુર ખાતે ભવ્ય લગન કર્યા હતા. વિકી કૈટના લગ્નની તસવીરોને 12.6 મિલિયનથી વધુ લાઇક્સ મળી છે.