બોલિવૂડના ફેમસ કપલ કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જેસલમેર સ્થિત સુર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. આ પછી નવયુગલે 12 ફેબ્રુઆરીના રોજ મુંબઇમાં બોલિવૂડ સિતારાઓ માટે ભવ્ય રિસેપ્શન રાખ્યું હતું.
આ પછી કિયારા અડવાણીને ફેન્સનો ગુસ્સો અને ટ્રોલિંગ આફતનો સામનો કરવો પડ્યો હતો તેવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. કિયારા તેના આઉટફિટ તેમજ સિંદૂપ ના લગાવવાને કારણે ટ્રોલ થઇ હોવાનું કારણભૂત છે.
રિસેપ્શનમાં સામેલ થયા બોલીવૂડ સેલેબ્સ
કિઆરા અને સિદ્ધાર્થના રિસેપ્શનમાં બોલીવૂડના તમામ સેલેબ્સ સામેલ થયા હતા. આ ન્યુલી વેડ કપલને બધાએ શુભકામનાઓ આપી હતી. વેડિંગ રિસેપ્શનમાં કિઆરાનો લુક ચર્ચાનો વિષય બન્યો છે. રિસેપ્શનમાં બધાની નજરો વર અને વધુ પર હતી. રિસેપ્શનની પાર્ટીમાં સિદ્ધાર્થ ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો જયારે કિઆરા પણ આ પાર્ટીમાં બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં જોવા મળી હતી.
વ્હાઈટ એન્ડ બ્લેક ડ્રેસના કારણે કિઆરા થઈ ટ્રોલ
રિસેપ્શન પાર્ટીમાં વ્હાઈટ એન્ડ બ્લેક ડ્રેસ સાથે કિઆરાએ ગ્રીન અને વ્હાઈટ હેવી નેકલેસ પહેરી પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો. પરંતુ કિઆરાનો રિસેપ્શન લુક ઘણાં લોકોને ગમ્યો નહોતો. રિસેપ્શનમાં વ્હાઈટ એન્ડ બ્લેક ડ્રેસ પહેરવાના કારણે કિઆરા ટ્રોલ થઈ રહી છે. એક યુઝર્સે કિઆરાને ટ્રોલ કરતા લખ્યું કે, ‘કિઆરાથી ઘણી સારી ઉમ્મીદ હતી પણ આ શું પહેરી લીધું.’ બીજા યુઝર્સે લખ્યું કે ,’ આ એવોર્ડ શોનો ડ્રેસ છે લગ્નનો નહિ, તમારો ડિઝાઈનર બદલો.’
મીડિયા રિપોર્ટસ અનુસાર, સિદ્ધ-કિયારા ‘નાયર હાઉસ’ નામના બંગ્લામાં રહેશે. આ આલીશાન ઘરની કિંમત 70 કરોડ રુપિયા છે. આ બંગ્લો મુંબઈના પાલી હિલમાં સ્થિત છે, આ ઘરનું ઈન્ટીરિયર કિયારા અને સિદ્ધાર્થએ સાથે મળીને નક્કી કર્યું છે.