sidharth kiara wedding Reception : નવદંપતી સિદ્ધાર્થ અને કિયારાને લગ્ન બાદ પહેલીવાર એકસાથે જોઇ પ્રશંસકો ખુશહાલ, આજે કપલનું પારિવારિક રિસ્પેશન

Sidharth Kiara Wedding Reception: બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ સૂર્યગઢ પેલેસ ખાતે 7 ફેબ્રુઆરીના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા છે. આ કપલની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

Written by mansi bhuva
Updated : February 10, 2023 21:12 IST
sidharth kiara wedding Reception : નવદંપતી સિદ્ધાર્થ અને કિયારાને લગ્ન બાદ પહેલીવાર એકસાથે જોઇ પ્રશંસકો ખુશહાલ, આજે કપલનું પારિવારિક રિસ્પેશન
સિદ્ધાર્થ કિયારાનું પારિવારિક વેડિંગ રિસેપ્શન આજે રાખવામાં આવ્યું છે, જાણો બોલિવૂડ માટે ક્યારે છે

sidharth kiara: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જેસલમર ખાતે સૂર્યગઢ પેલેસમાં 7 ફેબ્રુઆરીના રોજ લગ્નગ્રંથિથી જોડાઇ ગયા છે. આ સાથે તેમના પ્રેમને મંઝિલ મળી ગઇ. બોલિવૂડના મોસ્ટ લવેબલ કપલ સિદ્ધ કિયારાના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારજનો સામેલ થયા હતા. લગ્નમાં કરણ જોહર, શાહિદ કપૂર, મીરા રાજપૂત, જુહી ચાવલા અને મનીષ મલ્હોત્રા પહોંચ્યા હતા.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ સપ્તપદિના વચન લઇ ભવોભવનો સાથ પાક્કો કરી લીધો છે. લગ્ન બાદ પહેલીવાર સિદ્ધાર્થ અને કિયારા પ્રાઈવેટ જેટ દ્વારા દિલ્હી પહોચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થનું ઘર દિલ્હીમાં છે. જ્યાં કિયારાનું પહેલીવાર વહુના રૂપમાં સાસુમાં ભવ્ય સ્વાગત કરાયું અને આજે 9 ફેબ્રુઆરીના રોજ સિદ્ધાર્થના સંબંધીઓ માટે રિસેપ્શન હશે. મુંબઈમાં 12 ફેબ્રુઆરીએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે રિસેપ્શન હશે.

ઉલ્લેખનીય છે કે, કપલને એકસાથે જોવા માટે પ્રશંસકો આતુરતાથી રાહ જોતા હતા.ન્યૂ દુલ્હન કિયારા અડવાણી બ્લેક ડ્રેસમાં દિલ્હી એરપોર્ટ પર જોવા મળી હતી. તેણે ગ્રે રંગની શાલ પણ લીધી હતી. હાથમાં ગુલાબી બંગડીઓ અને પગમાં ગુલાબી સેન્ડલ અને માંગમાં સિંદૂર સાથે કિયારા ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે સિદ્ધાર્થ સફેદ ટી-શર્ટ, બ્લુ જીન્સ અને લેધર જેકેટમાં જોવા મળ્યો હતો.

કિયારાને બ્લેક ડ્રેસમાં જોઈને ઘણા યુઝર્સે સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું કે તેણે લગ્ન પછી તરત જ બ્લેક કલર કેમ પહેર્યો? તે જ સમયે, ઘણા લોકોએ કપલના વખાણ કર્યા અને કહ્યું કે, સિમ્પલ લુકમાં પણ બંને કેટલા ક્યૂટ લાગી રહ્યા છે.

38 વર્ષીય સિદ્ધાર્થ મલ્હોત્રાનો દિલ્હીમાં ઉછેર થયો છે, જ્યારે 30 વર્ષીય કિયારા અડવાણી મુંબઈમાં રહે છે. સિદ્ધાર્થ અને કિયારા ‘લસ્ટ સ્ટોરીઝ’ની એક પાર્ટીમાં મળ્યા હતા, જ્યારે બંનેએ પછી ફિલ્મ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા અને 3 વર્ષ ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ