Sidharth Malhotra | બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) એ આખરે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. અભિનેતા છેલ્લે યોદ્ધામાં જોવા મળ્યો હતો, ત્યારબાદ તેની આગામી ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. હવે તેની નવી ફિલ્મની જાહેરાત કરતી વખતે અભિનેતાએ તેનું નામ અને રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. સિદ્ધાર્થે નવી ફિલ્મ માટે ‘પંચાયત’ નિર્માતા ટીવીએફ સાથે હાથ મિલાવ્યા છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા મૂવી ફર્સ્ટ લૂક (Sidharth Malhotra Movie First Look)
ફિલ્મનું નામ ‘વનઃ ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’ (VVAN – Force of the forrest) છે આ ફિલ્મ એક લોક પૌરાણિક થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન ‘પંચાયત’ ફેમ દીપક મિશ્રા કરશે. ‘વન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’ની જાહેરાત એક સાઈનબોર્ડથી શરૂ થઈ હતી જેમાં લખ્યું હતું, ‘સૂર્યાસ્ત પછી જંગલમાં પ્રવેશવાની સખત મનાઈ છે.’ થોડી જ વારમાં, ધોતી પહેરેલો એક માણસ ટ્રેડિશનલ મશાલ લઈને જંગલની વચ્ચેથી દોડતો જોવા મળે છે. જ્યારે પક્ષીની નજરથી જોવામાં આવે છે, ત્યારે જંગલમાં આંખો દેખાય છે અને તરત જાગી જાય છે એવો ડરામણો સીન છે.
આ પણ વાંચો: ભૂલ ભુલૈયા 4 આગામી વર્ષમાં રિલીઝ થઇ શકે, અક્ષય કુમાર, કાર્તિક આર્યન અને કિયારા અડવાની ફિલ્મમાં ફરી દેખાશે?
ફિલ્મની જાહેરાત શેર કરતા સિદ્ધાર્થ મલ્હોત્રા લખે છે, ‘પાવરહાઉસ ટીમ સાથે આ લોક થ્રિલરનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું, ‘વન-ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’ 2025 માં સ્ક્રીન પર બધા મોટા પાયે જોશે. અનુભવ માટે રાહ જોઈ શકતા નથી. આ જાહેરાત 2024 ની છઠના અવસર પર કરવામાં આવી હતી. નિર્માતાઓએ કહ્યું કે આ ફિલ્મ આવતા વર્ષે છઠ દરમિયાન મુવી રિલીઝ થશે.
આ પણ વાંચો: એ ભારતીય એક્ટ્રેસ જેને સૌથી પહેલા ખરીદી રોલ્સ રોયસ કાર, આખો પરિવાર ઈઝરાયલ ગયો પરંતુ…
જો કે કાસ્ટ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ રિપોર્ટ અનુસાર સિદ્ધાર્થની સાથે સારા અલી ખાનને પણ કાસ્ટ કરવામાં આવી છે. જો કે, ફિલ્મમેકર્સએ હજી સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. ‘વન’ ને બાલાજી મોશન પિક્ચર્સ અને ધ વાઈરલ ફીવર (TVF) દ્વારા સમર્થિત છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો અભિનેતા આગામી સમયમાં જાન્હવી કપૂર સાથે ‘પરમસુંદરી’માં જોવા મળશે. જો કે આ ફિલ્મની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અભિનેતા છેલ્લે ‘યોદ્ધા’માં જોવા મળ્યો હતો.