/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Sikandar-Advance-Booking-.jpg)
Sikandar Advance Booking | સલમાન ખાન અભિનીત ફિલ્મ સિકંદર
Sikandar Advance Booking | સલમાન ખાન (Salman Khan) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) ની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'સિકંદર ના એડવાન્સ બુકિંગ (Sikandar advance booking) ના આંકડા હવે બહાર આવવા લાગ્યા છે. આજે સવારથી શરૂ થયેલા એડવાન્સ બુકિંગમાં અત્યાર સુધીમાં ફિલ્મની 47 હજારથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે. હિન્દી 2D વર્ઝન અત્યાર સુધીમાં ટિકિટ વેચાણથી 1 કરોડ 29 લાખ રૂપિયાની કમાણી કરી ચૂક્યું છે.
સિકંદર એડવાન્સ બુકિંગ (Sikandar Advance Booking)
બ્લોક સીટો સહિત ફિલ્મની ટિકિટ 5 કરોડ 41 લાખ રૂપિયાથી વધુની વેચાઈ છે. ટ્રેડ ટ્રેકર સેકેનિલ્કના અહેવાલ મુજબ, દિલ્હીમાં સૌથી વધુ ટિકિટો વેચાઈ હતી. અહીં 23.56 લાખ રૂપિયાની ટિકિટ બુક કરવામાં આવી છે. આ પછી મહારાષ્ટ્ર આવે છે, જ્યાં 22.17 લાખ રૂપિયાની ટિકિટ વેચાઈ હતી. દરમિયાન, રાજસ્થાનમાં સલમાનની ફિલ્મ માટે અત્યાર સુધીમાં 14.24 લાખ રૂપિયાની ટિકિટ બુક થઈ ગઈ છે.
આ પણ વાંચો: શિલ્પા શિરોડકરે માં અંબાના કર્યા દર્શન, ‘જટાધરા’ને ગણાવ્યો ખાસ અનુભવ
ફિલ્મની ટિકિટનું વેચાણ હિમાચલ પ્રદેશમાં સૌથી ઓછું હતું જ્યાં ફક્ત 1,150 રૂપિયાની ટિકિટ વેચાઈ હતી. શરૂઆત ભલે ધીમી હતી, પણ ફિલ્મનો બિઝનેસ ટૂંક સમયમાં તેજીમાં આવવાની અપેક્ષા છે. વિતરકો માને છે કે સલમાનની આ ફિલ્મ શરૂઆતના સપ્તાહમાં લગભગ 50 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે.
સિકંદર મૂવી કાસ્ટ (Sikandar Movie Cast)
એઆર મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત, 'સિકંદર' સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં સલમાન અને રશ્મિકા ઉપરાંત અંજિની ધવન, કાજલ અગ્રવાલ, શરમન જોશી અને સત્યરાજ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ઈદના અવસર પર સલમાનની આ બ્લોકબસ્ટર ફિલ્મ જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us