Sikandar box office collection: સલમાન ખાનની સિકંદર બોક્સ ઓફિસ પર પહેલા દિવસે મુકંદર ન બની શકી

Sikandar box office collection day 1: સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ સિકંદર બોક્સ ઓફિસ પર પહેલા દિવસે મુકંદર બનવામાં નિષ્ફળ રહી છે. સલમાન ખાન અને રશ્મિકા મંદાના અભિનીત સિકંદર મુવી સલમાનની અગાઉ રિલીઝ થયેલ ફિલ્મો કરતાં પણ પહેલા દિવસની કમાણી મામલે પાછળ રહી છે.

Written by shivani chauhan
Updated : March 31, 2025 12:51 IST
Sikandar box office collection: સલમાન ખાનની સિકંદર બોક્સ ઓફિસ પર પહેલા દિવસે મુકંદર ન બની શકી
Sikandar Movie: સલમાન ખાન અને રશ્મિકા મંદાના અભિનીત સિકંદર ફિલ્મ રવિવારે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. (ફોટો સોશિયલ)

Sikandar box office collection day 1: સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ સિકંદર ઇદના એક દિવસ પહેલા રવિવારે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. જોકે બોક્સ ઓફિસ પર સિંકદર પહેલા દિવસે મુકંદર બનવામાં નબળી સાબિત થઇ છે. આ દિવસે 40-45 કરોડ રૂપિયાના કલેક્શનનો અંદાજ હતો, પરંતુ ફિલ્મ અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી.

સેકનિલ્કના મતે, સિકંદરે ભારતમાં પહેલા દિવસે 26 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, ફિલ્મના નિર્માતાઓએ દાવો કર્યો છે કે ફિલ્મે ભારતમાં 30.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને રવિવારે તેની વિશ્વ વ્યાપી ઓપનિંગ 54 કરોડ રૂપિયા છે.

સલમાન ખાનની સિકંદર ફિલ્મએ તેની અન્ય ફિલ્મો કરતાં સૌથી ઓછું ઓપનિંગ કર્યું છે, સિવાય કે તેની છેલ્લી રિલીઝ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ એ પહેલા દિવસે માત્ર 13.5 કરોડ રૂપિયા અને ‘રાધે’ એ 4.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેની સરખામણીમાં, તેની પાછલી ફિલ્મોએ સારું પ્રદર્શન કર્યું છે.

સલમાન ખાનની ફિલ્મોની વાત કરીએ તો ટાઇગર ઝિંદા હૈ 34.10 કરોડ રૂપિયા, બજરંગી ભાઈજાન 27.25 કરોડ રૂપિયા, સુલ્તાન 36.54 કરોડ રૂપિયા, કિક 26.40 કરોડ રૂપિયા, ભારત 42.30 કરોડ રૂપિયા, પ્રેમ રતન ધન પાયો 40.35 કરોડ રૂપિયા અને એક થા ટાઈગર 32.93 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

સિકંદર ઓનલાઇન લીક થતાં નુકસાન?

સલમાન ખાનની છેલ્લી રિલીઝ થયેલ ટાઇગર ૩ એ પણ 44.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, સિકંદરે 2012 માં રિલીઝ થયેલ તેની ફિલ્મ દબંગ 2 ના પહેલા દિવસના 21.10 કરોડ રૂપિયાના કલેક્શનને પાછળ છોડી દીધું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ