OTT Adda: નેટફ્લિક્સની ફિલ્મ ‘સિકંદર કા મુકદ્દર’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 60 કરોડના સોલિટેર ડાયમંડની ચોરી પર આધારિત છે. આ ફિલ્મમાં જિમી શેરગિલ, અવિનાશ તિવારી અને તમન્ના ભાટિયા લીડ રોલમાં છે. ટ્રેલર એકદમ રસપ્રદ છે અને હવે લોકો આ ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કર્યું છે અને લખ્યું છે, “કોણ નિર્દોષ છે, કોણ ગુનેગાર છે, અને કોની વૃત્તિ સૌથી વધુ શાતિર? 29 નવેમ્બરના રોજ ‘સિકંદર કા મુકદ્દર’ જુઓ માત્ર નેટફ્લિક્સ પર.
કેવું છે તમન્નાની ફિલ્મનું ટ્રેલર?
જિમી શેરગિલ અને તમન્ના ભાટિયા અભિનીત આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મનું ટ્રેલર 2 મિનિટ 28 સેકન્ડનું છે. જેની શરૂઆત ફોન કોલથી થાય છે. આ ફોન હીરાના પ્રદર્શનમાં થયેલી લૂંટની માહિતી આપે છે. તેમની કિંમત 50 થી 60 કરોડ છે. મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ પોલીસ ઓફિસર બનેલા જીમી શેરગિલની એન્ટ્રી થાય છે. આ પછી ફિલ્મમાં ઘણું સસ્પેન્સ અને થ્રિલર જોવા મળે છે.
નીરજ પાંડેના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં તમન્નાએ કામિની સિંહનો રોલ કર્યો છે, જ્યારે અવિનાશ તિવારી સિકંદર શર્માની ભૂમિકામાં છે. જિમી શેરગિલે જસવિન્દર સિંહનું પાત્ર ભજવ્યું છે, જે હીરાની ચોરીનો કેસ ઉકેલવાનો પ્રયાસ કરી રહેલા પોલીસ કર્મી છે.
આ પણ વાંચો – ખુશી કપૂરના બ્રેસલેટ પર રૂમર્ડ બોયફ્રેન્ડ વેદાંગ રૈનાનું નામ
તમન્ના ભાટિયાની તેલુગુ ફિલ્મ ‘ઓડેલા 2’ પણ ટૂંક સમયમાં રિલીઝ થશે
તમન્ના ભાટિયાએ હાલમાં જ પોતાની તેલુગુ ફિલ્મ ‘ઓડેલા 2’નું શૂટિંગ પૂરું કર્યું છે, જે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તેણે 2024 ની શરૂઆત તમિલ બ્લોકબસ્ટર ‘અરનમનઇ 4’ સાથે કરી છે. આ ફિલ્મએ 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. તેણે ‘સ્ત્રી 2’ ના વાયરલ ગીત ‘આજ કી રાત’ પર ડાન્સ કરીને એક અલગ ફેનબેઝ બનાવ્યો હતો.





