Rekha: 'મને હનીમૂન પર સમજાઇ ગયું કે…', પ્રેમ થયો, લગ્ન કર્યા પણ રેખા ક્યારેય માતા ન બની શકી

Simi Garewal Interview With Rekha: બોલિવૂડની સદાબહાર અભિનેત્રી રેખાની પર્સનલ લાઇફ પણ ફિલ્મ કહાણીથી કમ નથી રહી. તેણે મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ 7 મહિનામાં આ સંબંધનો અંત આવ્યો હતો. રેખાના પતિએ આત્મહત્યા કરી લીધી હતી.

Simi Garewal Interview With Rekha: બોલિવૂડની સદાબહાર અભિનેત્રી રેખાની પર્સનલ લાઇફ પણ ફિલ્મ કહાણીથી કમ નથી રહી. તેણે મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ 7 મહિનામાં આ સંબંધનો અંત આવ્યો હતો. રેખાના પતિએ આત્મહત્યા કરી લીધી હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Rekha | Rekha bollywood actress | Rekha movies | Rekha love story | Rekha mukesh agarwal | Rekha marriage life | Rekha and Amitabh

Rekha: રેખા હિન્દી ફિલ્મોની સદાબહાર અભિનેત્રી છે. (Photo: Social Media)

Simi Garewal Interview With Rekha: હિન્દી સિનેમા જગતની સદાબહાર અભિનેત્રી રેખા ભલે આજે પડદા પર દેખાતી ન હોય, પરંતુ જ્યારે પણ તે કોઈ ઇવેન્ટ, એવોર્ડ શો કે રિયાલિટી શોમાં દેખાય છે, ત્યારે બધી લાઇમલાઇટ લુંટી લે છે. રેખા પ્રોફેશનલ લાઈફમાં સફળ રહી છે. રેખાએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે પણ પર્સનલ લાઇફમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. તે પ્રથમ લગ્નથી જ પ્રેગનેન્ટ થવા માંગતી હતી, પરંતુ તેનું આ સપનું પૂરું થઈ શક્યું નહીં.

Advertisment

રેખાને પ્રેમ થયો, લગ્ન કર્યા પરંતુ માતા બનવાનું સપનું અધરું રહી ગયું. પતિ મુકેશ અગ્રવાલે જ્યારે રેખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનું કહ્યું ત્યારે તેણે શરત મૂકી હતી કે જ્યારે તે ગર્ભવતી થશે ત્યારે તે છોડી દેશે. પરંતુ, 7 મહિનામાં આ સંબંધનો અંત આવ્યો. રેખા એ ઘણી વખત દિલ લગાવ્યું પરંતુ નસીબમાં માત્ર દુઃખ જ મળ્યું છે.

રેખા એ સિમી ગરેવાલના એક ઈન્ટરવ્યૂમાં મુકેશ અગ્રવાલ સાથે પોતાના અંગત જીવન અને લગ્ન વિશે વાત કરી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, તેના અને મુકેશના લગ્ન અરેન્જ મેરેજ હતા. બંને વચ્ચે કોઈ પ્રેમ નહોતો. તેમના લગ્ન 1980માં થયા હતા. મુકેશ અગ્રવાલ બિઝનેસમેન હતો. લગ્ન સમયે તેઓ એકબીજાથી અપરિચિત હતા. રેખાએ સિમી ગરેવાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લગ્ન પહેલા તે મુકેશને એકવાર મળી હતી. તે તેની સાથે લગ્ન કરવાને સૌથી મોટું જોખમ માને છે.

રેખાએ એમ પણ કહ્યું હતું કે જ્યારે તેના પતિ મુકેશ અગ્રવાલનું અવસાન થયું ત્યારે તેને ઊંડો આઘાત લાગ્યો હતો. લાંબા સમય સુધી તે એ સ્વીકારવા તૈયાર નહોતી કે તેનો પતિ હવે રહ્યો નથી. તેને વિચાર આવ્યો કે આ બધું તેની સાથે કેમ થઈ રહ્યું છે.

Advertisment

રેખાએ જણાવ્યો હનીમૂનનો કિસ્સો

આ સાથે રેખાએ એક આશ્ચર્યજનક વાત પણ કહી હતી. તેને હનીમૂન પર અહેસાસ થયો કે મુકેશ સાથે તેના સંબંધો લાંબા સમય સુધી ટકવાના નથી. આ વાતનો ઉલ્લેખ યાસિર ઉસ્માનના પુસ્તક 'રેખા – ધ અનટોલ્ડ સ્ટોરી'માં પણ છે. રેખાના જણાવ્યા મુજબ મુકેશ સાથે લગ્ન બાદ તે હનીમૂન પર ગઈ હતી અને આ દરમિયાન તેને અહેસાસ થયો કે તે અને મુકેશ એકબીજા માટે નથી બન્યા. પરંતુ, તેમ છતાં તેણે તેની સાથે સંબંધ ટકાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. રેખાએ કહ્યું હતું કે, પતિ મુકેશને તેનું ફિલ્મોમાં કામ કરવું પસંદ ન હતું. તે ઇચ્છતો હતો કે એક્ટિંગ છોડી દે.

એક્ટિંગ છોડવા માટે રેખા એ પતિ સામે શરત મૂકી હતી

યાસિર ઉસ્માનના પુસ્તક 'રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી' અનુસાર રેખાએ પતિ મુકેશ અગ્રવાલની સામે એક્ટિંગ છોડવા માટે શરત મૂકી હતી. મુકેશ અગ્રવાલે જ્યારે તેને એક્ટિંગ છોડવાનું કહ્યું તો રેખાએ તેને જવાબ આપ્યો કે જ્યારે તે પ્રેગનન્ટ થશે ત્યારે તે એક્ટિંગ છોડી દેશે. પરંતુ, એવું થયું નહીં. ઉલટાનું તેમના સંબંધો તૂટવાના આરે પહોંચી ગયા અને અંતે મુકેશે આત્મહત્યા કરી લીધી. પુસ્તક અનુસાર, રેખાએ તેના પતિ વિશે કહ્યું હતું કે તેને લઇ અસુરક્ષિત અનુભવતા હતા. આ અંતર સહન ન કરી શકતાં અને અભિનેત્રી ફિલ્મોના શૂટિંગ માટે ઘરની બહાર રહેતી હતી, ઘરે પાછા ફરતાં વાર લાગતી હતી. મુકેશ હંમેશા તેની સાથે રહેવા માંગતો હતો.

bollywood celebrities મનોરંજન ન્યૂઝ