/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-10-20T092533.747.jpg)
Kumar Sanu : કુમાર સાનુ બર્થડે ફાઇલ તસવીર
Kumar Sanu Song : 90ના દાયકાના સુપરહિટ સિંગર કુમાર સાનુંનો આજે 20 ઓક્ટોબરે જન્મદિવસ છે. 90નો દાયકો કુમાર સાનુના નામે હતો. આ સમયગાળામાં ફિલ્મોમાં રોમેન્ટિક ગીત ગાવા માટે બસ એક જ નામ મોખરે આવતું તે હતુ કુમાર સાનું. કુમાર સાનુંના નામે એક દિવસમાં 28 ગીત ગાવાનો રેકોર્ડ ગિનીઝ બુકમાં દાખલ છે. કુમાર સાનુના જન્મદિવસ પર તેના ટોપ 10 ગીત સાંભળો જે તમારો મૂડ અને દિવસ બંને ખાસ બનાવી દેશે.
કુમાર સાનુંનુ સાચું નામ કેદારનાથી ભટ્ટાચાર્ય છે. તેઓના પિતા સારા સિંગર અને સંગીતકાર હતા. કુમાર સાનુંને તેમના પિતા પાસેથી જ સંગીત વારસામાં મળ્યું છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી કુમાર સાનુંએ સ્ટેજ શો કરવાનું શરૂ કરી દીધું હતું. કુમાર સાનુ સિંગર કિશોર કુમારને તેના આદર્શ માનતા હતા.
350થી વધુ ફિલ્મોમાં પોતાનો જાદુઇ અવાજ આપનારા કુમાર સાનુંને વર્ષ 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'થી સફળતા મળી. સાથે જ આ ફિલ્મના ગીત પણ સુપરહિટ થયા હતા.
કુમાર સાનુંએ તેના કરિયરમાં લગભગ તમામ મોટા નિર્માતાઓની ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. સંગીતની દુનિયામાં અમૂલ્ય યોગદાનને બદલે કુમાર સાનુને વર્ષ 2009માં ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર 'પદ્મશ્રી' એનાયત કરીને સન્માનિત કરાયા હતા.
કુમાર સાનુંએ બે લગ્ન કર્યા છે. 80ના દાયકામાં કુમાર સાનુંએ રીતા ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન કુમાર સાનું અને એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રિના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું. જેના લીધે કુમાર સાનુએ રીતા ભટ્ટાચાર્ય સાથે ડિવોર્સ લઇ લીધા. આ પછી વર્ષ 1994માં તેણે સલોની સાથે બીજા લગ્ન કરી લીધા.
કુમાર સાનું સુપરહિટ રોમેન્ટિંક ગીત
1 ચોરી ચોરી દિલ તેરા ચુરા લેંગે ગીત (Chori Chori Dil Tera Chura Lenge Song)
2 ચુમ લૂ હોઠ તેરે ગીત (Chum Loon honth tere song)
3 એક દીન આપ ગીત (ek din aap Song)
4 એક લડકી કો દેખા (Ek Ladki Ko Dekha Song)
5 દો દિલ મિલ રહે ગીત (Do Dil Mil Rahe Hain Song)
6 દિલ ને યે કહા હૈ દિલ સે (Dil ne ye Kaha Hai Dil se)
7 તુ જે દેખા તો જાના ગીત (Tuje Dekha to Song)
8 ધીરે ધીરે મેરી જીંદગી મેં આના ગીત (Dheere Dheere se Meri Zindagi me song)
9 ચાંદ સે પરદા કીજ્યે ગીત (chaand se parda keejye song)
10 એક પ્યાર કા નગમા ગીત (ek pyaar ka nagma song)
11 મેરે મહેબુબ ગીત (Mere Mehbooba song)
12 સૌચેંગે તુમ્હે પ્યાર ગીત (Sochenge Tumhe Pyaar song)
13 ઇસ તરહ આશિકી કા ગીત (Is Tarah Ashiqui ka song)
14 તુમ દિલ કી ઘડકન ગીત (Tum Dil ki Dadkan Song)
15 ચાહા તો બહુત (chaha to bahut)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us