Sonu Nigam : પ્રખ્યાત ગાયક અને પદ્મશ્રી મેળવનાર સોનુ નિગમ (Sonu Nigam) આજે 51 મોં જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યા છે. સિંગરનો જન્મ 30 જુલાઈ, 1973ના રોજ ફરીદાબાદમાં થયો હતો. ટ્યુન માસ્ટર સોનુ નિગમ દ્વારા ગાયેલા કેટલાક ગીતો હંમેશા લોકોની પ્લેલિસ્ટમાં સામેલ હોય છે. નવા ગીતો આવે છે અને જાય છે, પરંતુ તેમના ગીતો ઓલ ટાઈમ હિટ રહે છે. ઉદાહરણ તરીકે, ‘યે દિલ દિવાના’, ‘સંદેશ આતે હૈં’, ‘અભી મુઝ મેં કહીં’ અને ‘મૈં અગર કહું’ સહિતના ઘણાં ગીતોથી સિંગરે ચાહકોના હૃદય જીતી લીધા છે. અહીં જાણો સેલિબ્રિટી બર્થ ડે સિરીઝમાં ફેમસ સિંગર સોનુ નિગમ વિષે
તેમની અદભુત ગાવાની કુશળતા માટે પદ્મશ્રી મેળવનાર સોનુ નિગમે નાની ઉંમરે લગ્નોમાં ગાવાનું શરૂ કર્યું હતું. તે તેના પિતા અગમ કુમાર નિગમ સાથે સ્ટેજ પર પરફોર્મ કરવા જતા હતા. બાળપણ પછી, જ્યારે તેઓ પુખ્ત બન્યા, ત્યારે તેઓ ગાયનમાં કરિયર બનાવવા માટે મુંબઈ ગયા હતા. તેમણે ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસેથી ગાવાની ટ્રીક શીખી હતી અને તમે તેના ગીતો સાંભળીને કલ્પના કરી શકો છો કે સિંગરએ કેટલી મહેનત કરી હશે!
આ પણ વાંચો: Jaya Bachchan : જયા બચ્ચન સંસદમાં આ કારણે રાજ્યસભાના ઉપાધ્યક્ષ પર ભડકી, જુઓ વિડીયો
સોનુ નિગમે 15 ફેબ્રુઆરી 2002ના રોજ મધુરિમા મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. તેઓને એક નુવાનનો પુત્ર છે. નુવાન ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે તેનું પ્રખ્યાત ગીત ‘કોલાવરી દી’નું વર્ઝન ગાયું હતું. સોનુ નિગમે માત્ર હિન્દી ભાષામાં જ ગીતો ગાયા નથી, પરંતુ તેણે બંગાળી, મરાઠી, કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ, ભોજપુરી, ગુજરાતી, છત્તીસગઢી, ઓડિયા, નેપાળી, તુલુ અને મેઇતેઈ ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. તેણે ફિલ્મ ‘બ્લૂ’માં ઓસ્ટ્રેલિયન સિંગર કાઈલી મિનોગ સાથે ‘ચિગ્ગી વિગી’ ગીત ગાયું હતું.
આ પણ વાંચો: Khatron Ke Khiladi 14 : ખતરોં કે ખિલાડીમાં રોહિત શેટ્ટી અસીમ રિયાઝના ખરાબ વર્તનથી ભડક્યો, અસીમ શોમાંથી બહાર
સોનુ નિગમનો 51મો જન્મદિવસ ખાસ રહેવાનો છે. તેનું કારણ એ છે કે તે પોતાના જન્મદિવસ પર એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરશે. ડોક્યુમેન્ટરી દ્વારા લોકો તેમના જીવન વિશે ઘણી બાબતો જાણશે અને તેમને નજીકથી જાણવાનો મોકો મળશે. ડોક્યુમેન્ટ્રીનું નામ ‘સિમ્ફની ઓફ ફેટ’ છે. આમાં લોકો તેની સફર જોશે. આ ડોક્યુમેન્ટ્રીમાં દુબઈમાં કોન્સર્ટ દરમિયાન તેની સાથે એક મોટો અકસ્માત થયો તેની સ્ટોરી પણ જણાવવામાં આવશે. હકીકતમાં, તેણે તેનો અવાજ ગુમાવ્યો હતો. સોનુનો મધુર અવાજ કેવી રીતે પાછો આવ્યો તે ડોક્યુમેન્ટ્રીમાં જાણવા મળશે.





