Sitaare Zameen Par | આમિર ખાનની સિતારે જમીન પર મુવી કોઈપણ કટ વિના સેન્સર બોર્ડમાંથી પસાર, આ તારીખે સિનેમાઘરોમાં રિલીઝ

Sitaare Zameen Par | સિતારે જમીન પર (Sitaare Zameen Par) સ્ટાર આમિર ખાન (Aamir Khan) સોમવારે સેન્સર બોર્ડ સાથે બેઠક કરવી પડી હતી, બેઠક થઈ અને હવે ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે, હવે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

Written by shivani chauhan
June 17, 2025 07:32 IST
Sitaare Zameen Par | આમિર ખાનની સિતારે જમીન પર મુવી કોઈપણ કટ વિના સેન્સર બોર્ડમાંથી પસાર, આ તારીખે સિનેમાઘરોમાં રિલીઝ
Sitaare Zameen Par | આમિર ખાનની સિતારે જમીન પર મુવી કોઈપણ કટ વિના સેન્સર બોર્ડમાંથી પસાર, આ તારીખે સિનેમાઘરોમાં રિલીઝ

Sitaare Zameen Par | સિતારે જમીન પર (Sitaare Zameen Par) મુવી એ ‘તારે જમીન પર’ ની સિક્વલ છે જેની રિલીઝ ડેટ નજીક આવી રહી છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર આવ્યું છે, ત્યારથી તેનું ટ્રેલર અને ફિલ્મ હેડલાઇન્સમાં છે. અને હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે, ફિલ્મને CBFC એટલે કે સેન્સર બોર્ડ તરફથી અંતિમ મંજૂરી કટ વિના મળી ગઈ છે. અગાઉ, સમાચાર આવ્યા હતા કે સેન્સર બોર્ડે ફિલ્મમાં બે કટ કરવા કહ્યું છે, જેના માટે આમિર ખાન તૈયાર ન હતા.

સિતારે જમીન પર (Sitaare Zameen Par) સ્ટાર આમિર ખાન (Aamir Khan) સોમવારે સેન્સર બોર્ડ સાથે બેઠક કરવી પડી હતી, બેઠક થઈ અને હવે ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે, હવે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

સિતારે જમીન પર ટ્રેલર (Sitaare Zameen Par Trailer)

સિતારે જમીન પર કાસ્ટ (Sitaare Zameen Par Cast)

આમિર ખાન પ્રોડક્શન્સની ફિલ્મ ‘સિતારા જમીન પર’માં 10 ખાસ નવા કલાકારો છે જે ખાસ બાળકો છે અને ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ આ ભૂમિકાઓમાં કલાકારોને બદલે આ ખાસ બાળકોને લેવાનું નક્કી કર્યું હતું, જે હવે 20 જૂને દર્શકો સમક્ષ રજૂ થશે. ફિલ્મના દિગ્દર્શક આર. એસ. પ્રસન્ના છે, જેમણે અગાઉ ‘શુભ મંગલ સાવધાન’ જેવી હિટ ફિલ્મ આપી છે અને હવે તેમનું દિગ્દર્શન આ ફિલ્મમાં જોવા મળશે.

The Great Indian Kapil Show ના સ્ટાર કાસ્ટનો પગાર જાણીને તમે ચોંકી જશો

સિતારે જમીન પર ફિલ્મમાં આમિર ખાન અને જેનેલિયા દેશમુખ મુખ્ય ભૂમિકામાં હશે, આ 10 યુવા સ્ટાર્સ સાથે. ગીતો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખાયેલા છે, અને સંગીત શંકર-એહસાન-લોય દ્વારા આપવામાં આવ્યું છે. પટકથા દિવ્યા નિધિ શર્મા દ્વારા લખવામાં આવી છે. નિર્માતાઓ આમિર ખાન અને અપર્ણા પુરોહિત છે, સાથે બી. શ્રીનિવાસ રાવ અને રવિ ભાગચંદકા પણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ