Sitaare Zameen Par Movie Review | આમિર ખાન નિર્મિત અને અભિનીત સિતારે જમીન પર (Sitaare Zameen Par) એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ તે એક અનુભવ છે જે દર્શકોના મન પર ઊંડી છાપ છોડી જાય છે. આ ફિલ્મ એક બાસ્કેટબોલ કોચ દિવ્યાંગ પુખ્ત વયના લોકોને તાલીમ આપીને સમુદાય સેવા આપે છે. જેમ જેમ તે તેના ખેલાડીઓ પાસેથી શીખે છે તેમ તેમ તેનો દૃષ્ટિકોણ બદલાય છે.
સિતારે જમીન પર રીવ્યુ (Sitaare Zameen Par Review)
સિતારે જમીન પર મુવીમાં આમિર ખાન (ગુલશન અરોરા), એક ઘમંડી બાસ્કેટબોલ સહાયક કોચ, ગુસ્સામાં પોતાના સિનિયરને માર માર્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવે છે. પછી, તે દારૂના નશામાં પોલીસ વાનમાં અથડાય છે, પરંતુ તેને ત્રણ મહિના માટે સમુદાય સેવાની સજા ફટકારવામાં આવે છે ખાસ કરીને દિવ્યાંગ પુખ્ત વયના લોકોની ટીમને બાસ્કેટબોલ શીખવે છે.
આઘાત પામેલા અને સતત ફરિયાદ કરતા ગુલશન અનિચ્છાએ કામ સ્વીકારે છે, પહેલો પાર્ટ ધીમો છે અને તમારી ધીરજની કસોટી કરે છે. એક્ટર પોતાની નવી ભૂમિકાથી નારાજ થાય છે, પોતાની ખાસ ટીમને ઓળખે છે, પછી સુનિતા (જેનેલિયા દેશમુખ) સાથેના લગ્નજીવનમાં સંઘર્ષ બતાવામાં આવે છે.

આમિર કોમેડીમાં સારો છે અને અહીં પણ તે એ જ મૂડમાં પાછો ફર્યો છે. તે અહીં તેના સહ-કલાકારો સાથે કમ્ફર્ટેબલ છે. પહેલો ભાગ ફક્ત આમિરના કારણે જોઈ શકાય છે અને પછી બીજા પાર્ટમાં તે નેક્સ્ટ લેવલ ઉપર લઈ જાય છે. સહાયક પત્ની તરીકે જેનેલિયા તેને સારી રીતે ટેકો આપે છે.
ડોલી આહલુવાલિયા અને બ્રિજેન્દ્ર કાલા તેમની ભૂમિકાઓમાં ખૂબ જ સરસ છે અને ઓછા સ્ક્રીન ટાઈમમાં મજબૂત અભિનયથી ન્યાય આપે છે. સુનિલ તરીકે આશિષ પેન્ડસે એક મહત્વપૂર્ણ દ્રશ્યમાં તેમના કરુણ અભિનયથી તમારું હૃદય જીતી લેશે.
સિતારે જમીન પર કાસ્ટ (Sitare Zameen Par Cast)
સિતારે જમીન પર ((Sitaare Zameen Par) મુવીમાં આમિર ખાન, જેનેલિયા દેશમુખ, આશિષ પેંડસે, આરુષ દત્તા, આયુષ ભણસાલી, ઋષિ સાહની, ગોપીકૃષ્ણ કે વર્મા, ઋષભ જૈન, વેદાંત શર્મા, સિમરન મંગેશકર, સંવિત દેસાઈ, નમન મિશ્રા, ડોલી આહલુવાલિયા, ગુરપાલ સિંહ અને બ્રિજેન્દ્ર કલા જોવા મળે છે.





