Sitaare Zameen Par | સિતારે જમીન પર સ્પેનિશ મૂવીની કોપી?

Sitaare Zameen Par | સીતારે જમીન પર (Sitaare Zameen Par) ફિલ્મ આર.એસ. પ્રસન્ના દ્વારા દિગ્દર્શિત છે જે 2007 ની હિટ ફિલ્મ તારે જમીન પરની સિક્વલ છે. આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ 10 નવા કલાકારોનો પરિચય આપે છે.

Written by shivani chauhan
May 15, 2025 12:35 IST
Sitaare Zameen Par | સિતારે જમીન પર સ્પેનિશ મૂવીની કોપી?
સિતારે જમીન પર સ્પેનિશ મૂવીની કોપી?

Sitaare Zameen Par | સિતારે ઝમીન પર ટ્રેલર (Sitaare Zameen Par Trailer) મંગળવારે સાંજે રિલીઝ થયું હતું. હૃદયસ્પર્શી ટ્રેલરે બૌદ્ધિક વિકલાંગતાના સરળ અને પ્રામાણિક ચિત્રણ તેમજ આમિર ખાનના અસંતુષ્ટ અને અણગમતા કોચના પાત્રથી ઘણા ચાહકોના દિલ જીતી લીધા હતા. જોકે ટ્રેલર લોન્ચ થયાના થોડા કલાકો બાદ ઘણા લોકોએ હોલીવુડ ફિલ્મ “ચેમ્પિયન્સ” સાથેના કેટલાક સીનમાં સમાનતાઓ જોવા મળી હતી. વધુમાં અહીં જાણો

સિતારે ઝમીન પર ટ્રેલર થોડા સમય બાદ અન્ય લોકોએ નિર્દેશ કર્યો કે ચેમ્પિયન્સ પોતે સ્પેનિશ ફિલ્મ “કેમ્પિઓન્સ” ની ‘નકલ’ હતી, જેનાથી ઇન્ટરનેટ પર ખુબજ ચર્ચા ચાલી રહી છે.

સિતારે જમીન પર ચેમ્પિયન્સની કોપી?

સિતારે ઝમીન પર એક પ્રોડફેશલ બાસ્કેટબોલ ટીમ (આમિર) ના કોચને અનુસરે છે, જેને તેના સિનિયર પર હુમલો કર્યા પછી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, અને પછી દારૂ પીને ગાડી ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવે છે. કોર્ટે તેને કમ્યુનિટી સર્વિસની સજા ફટકારી છે, જેના હેઠળ તેણે બૌદ્ધિક રીતે અક્ષમ વ્યક્તિઓની ટીમને ટ્રેનિંગ આપવાની હોય છે. વુડી હેરેલસન અભિનીત 2023 ની હોલીવુડ ફિલ્મ ચેમ્પિયન્સનું કાવતરું પણ આ જ હતું. પરંતુ વધુ આશ્ચર્યજનક સ્ટોરી એ છે કે, ઇન્ટરનેટ પર નોંધાયું છે કે સિતારે ઝમીન પરના ઘણા સીન ચેમ્પિયન્સ ફિલ્મની કોપી હોઈ એવું લાગે છે.

સિતારે ઝમીન પર ટ્રેલર (Sitaare Zameen Par Trailer)

ચેમ્પિયન્સ ફિલ્મ

કેટલાક લોકોએ આમિર ખાન અને ફિલ્મનો બચાવ કરીને દાવો કર્યો કે સિતારે ઝમીન પર એ 2018 ની સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયન્સ ફિલ્મનું સત્તાવાર રૂપાંતર છે, જેનું ચેમ્પિયન્સ પણ રિમેક હતું. “આમિર ખાન પ્રોડક્શન્સે આગામી ફિલ્મ સિતારે ઝમીન પરનું નિર્માણ કરવા માટે 2018 ની સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયન્સ ના સત્તાવાર હિન્દી રિમેક અધિકારો મેળવ્યા હતા.’

ચેમ્પિયન્સ માં જેવિયર ગુટીરેઝ અભિનીત છે અને અન્ય બે ફિલ્મોની જેમ, એક ગુસ્સે ભરાયેલા બાસ્કેટબોલ કોચની સ્ટોરી છે જે બૌદ્ધિક રીતે અક્ષમ લોકોની ટીમને તાલીમ આપે છે અને તેમને સ્પેશિયલ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરવામાં મદદ કરે છે. ત્રણેય ફિલ્મોમાં લગભગ સમાન કોર્ટરૂમના સીન, કોચ અને ખેલાડીઓ વચ્ચેની વાતચીત, અને કોચ દ્વારા આકસ્મિક રીતે કોઈ ખેલાડીને બોલ મારવા અને ટીમની એક મહિલા ખેલાડી દ્વારા અપમાનિત થવા જેવા ચોક્કસ સીન પણ છે.

આ પણ વાંચો: આમિર ખાન બન્યો દિવ્યાંગ બાળકોનો માસ્ટર, ‘સિતારે જમીન પર’નું ટ્રેલર તમારૂં દિલ જીતી લેશે

સીતારે જમીન પર વિશે (About Sitaare Zameen Par)

સીતારે જમીન પર (Sitaare Zameen Par) ફિલ્મ આર.એસ. પ્રસન્ના દ્વારા દિગ્દર્શિત છે જે 2007 ની હિટ ફિલ્મ તારે જમીન પરની સિક્વલ છે. આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ 10 નવા કલાકારોનો પરિચય આપે છે: આરોશ દત્તા, ગોપી કૃષ્ણ વર્મા, સંવિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભણસાલી, આશિષ પેંડસે, ઋષિ શહાની, ઋષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકર. ફિલ્મની સ્ટોરી દિવ્ય નિધિ શર્મા દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મમાં આમિર ‘બૌદ્ધિક રીતે અક્ષમ’ લોકોની ટીમને તાલીમ આપતા બાસ્કેટબોલ કોચ તરીકે અભિનય કરે છે. આ ફિલ્મમાં જેનેલિયા ડિસોઝા પણ છે. આ ફિલ્મ 20 જૂને રિલીઝ થવાની છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ