એલ્વિશ યાદવની ધરપકડ, 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો, જાણો શું છે કેસ

Elvish Yadav arrest : એલ્વિશ યાદવની નોઈડા પોલીસે ધરપકડ કરી. યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી 2 વિનર એલ્વિશ યાદવ ઘણા સમયથી વિવાદોમાં છે

Elvish Yadav arrest : એલ્વિશ યાદવની નોઈડા પોલીસે ધરપકડ કરી. યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી 2 વિનર એલ્વિશ યાદવ ઘણા સમયથી વિવાદોમાં છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Elvish Yadav | Elvish Yadav rave party | Rave Party Noida

યુટ્યુબર એલ્વિશ યાદવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો (તસવીર - એલ્વિસ યાદવ ઇન્સ્ટાગ્રામ)

Elvish Yadav arrest : યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી 2 વિનર એલ્વિશ યાદવ ઘણા સમયથી વિવાદોમાં છે. તાજેતરમાં જ તે મેક્સટર્ન સાથેના વિવાદને લઇને ચર્ચામાં આવ્યો હતો. આ પહેલા તે રેવ પાર્ટી અને સાપના ઝેર મામલે વિવાદોથી ઘેરાયેલો રહ્યો હતા. આ કેસમાં અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે રાજસ્થાન પોલીસની પૂછપરછ બાદ અભિનેતાને છોડી મુકવામાં આવ્યો હતો. આ પછી એલ્વિશે સોશિયલ મીડિયા પર લાઇવ આવીને કહ્યું કે ટૂંક સમયમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. જોકે કે રેવ પાર્ટી કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને સાપના ઝેરની દાણચોરીના કેસમાં 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

Advertisment

એલ્વિશની નોઈડાના સેક્ટર 113માંથી ધરપકડ કરવામાં આવી છે. નોઇડા પોલીસના જણાવ્યા મુજબ કહેવામાં આવી રહ્યું છે કે એલ્વિશ યાદવ પર પાર્ટીઓ અને ક્લબોમાં સાપના ઝેરની તસ્કરી કરવાનો આરોપ છે. આ મામલે પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે. જોકે આ કેસમાં આ પહેલા પણ એક વખત એલ્વિશની પૂછપરછ થઇ ચૂકી છે, પરંતુ નોઇડા પોલીસ સંપૂર્ણ રીતે સંતુષ્ટ ન હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

એફઆઈઆર 8 નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવી હતી

રેવ પાર્ટી અને સાપના ઝેરની દાણચોરીના કેસમાં એલ્વિશ યાદવ વિરુદ્ધ 8 નવેમ્બરના રોજ નોઇડા પોલીસે એફઆઈઆર નોંધી હતી. આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં રાહુલ, ટીટુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથના નામ સામેલ છે. પોલીસને રાહુલ પાસેથી 20 એમએલ ઝેર મળી આવ્યું હતું.

આ પણ વાંચો - આ છે ટોપ 20 હિન્દી ફિલ્મો, જુઓ યાદી અને મજા માણો

એલ્વિશે આવો ખુલાસો કર્યો હતો

સાપની તસ્કરીના મામલે એલ્વિશ યાદવ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યો હતો અને સ્પષ્ટતા આપી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે તેને અચાનક જ ખબર પડી કે તે નશીલા પદાર્થના બિઝનેસમાં સામેલ છે. તેણે પોતાની સામે ચાલી રહેલી વાતો અને આરોપોને ખોટા ગણાવ્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે તેને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

Advertisment

એલ્વિશ યાદવે કહ્યું હતું કે તેના નામને ખરાબ કરવા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તે યુપી પોલીસને સહકાર આપવા પણ તૈયાર હતો. તેણે યુપી સરકારને વિનંતી કરી હતી કે જો આ મામલે તેનો એક ટકા પણ હાથ હશે તો તે જવાબદારી લેવા તૈયાર છે. આવી સ્થિતિમાં હવે રેવ પાર્ટી કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

celebrities મનોરંજન ન્યૂઝ