/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Aamir-khan-29.jpg)
સોનાક્ષી સિંહાની અપકમિંગ સિરીઝનું જોરદાર ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે.
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલ વેબ સીરિઝ ‘દહાડ’દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર પણ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. એક્ટ્રેસ દહાડમાં એક અનોખા અવતારમાં જોવા મળશે. ત્યારે સોનાક્ષી સિંહાની આ અપકમિંગ સિરીઝનું જોરદાર ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. આ વેબ સિરીઝમાં તે દબંગ પોલીસ કર્મચારીના રોલમાં જોવા મળશે. તેમ જ આ વેબ સિરીઝ દહાડનું ટ્રેલર ખૂબ જ સસ્પેન્સવાળું છે, જે એક બે નહીં પરંતુ 27 યુવતીના મોતની મર્ડર મિસ્ટ્રીની સ્ટોરી છે.
દહાડના ટ્રેલરમાં અભિનેત્રી સોનાક્ષી સિંહા હરિયાણાની પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે, જે પોતાના અંદાજથી એકદમ દબંગ છે. તેની સામે એક પછી એક યુવતીઓ ગાયબ થવાની ઘટના સામે આવતી રહે છે. એટલે હવે સોનાક્ષી તે યુવતીઓની મિસ્ટ્રી શોધવામાં લાગી છે.
'દહાડ'ના ટ્રેલરની શરૂઆત તણાવભર્યા વાતાવરણ સાથે થાય છે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં, અંજલિ ભાટી અને સાથી પોલીસ એક અજાણ્યા સિરિયલ કિલરને શોધી રહ્યા છે જે ફરાર હોય છે. સિરીઝમાં અંજલિ ભાટીનું પાત્ર સોનાક્ષી સિંહાએ ભજવ્યું છે. મહિલાઓના રહસ્યમય રીતે ગુમ થવાની ઘટના પછી ગુનેગારોને શોધવા માટે શોધખોળ શરૂ કરે થાય છે. અંજલિ ભાટી પાસે બહુ ઓછો સમય છે કારણ કે તે નિર્દોષ મહિલાનો જીવ ગુમાવે તે પહેલા પુરાવા અને ગુનેગારને પકડવાનો પ્રયાસ કરી રહી છે.
રિમા કાગતી અને ઝોયા અખ્તરની આ સિરીઝને રિમા કાગતીએ રૂચિકા ઓબેરોય સાથે મળીને ડિરેક્ટ કરી છે. આ વેબ સિરીઝ દહાડમાં સોનાક્ષી સિન્હા, ગુલશન દેવૈયા, વિજય વર્મા અને સોહમ શાહ જેવા કલાકારો જોવા મળશે. આપને જણાવી દઈએ કે, દહાડ 240થી પણ વધારે દેશ અને ક્ષેત્રોમાં 12મેએ પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ રહી છે.
સોનાક્ષી સિંહાએ જણાવ્યું હતું કે, તેના માટે આ પ્રોજેક્ટ અત્યંત જરૂરી છે. કારણ કે આના દ્વારા મેં માત્ર મારી સ્ટ્રીમિંગની શરૂઆત જ નહીં, પરંતુ 2023માં બર્લિનેલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થનારી આ પ્રથમ ભારતીય સીરિઝ પણ છે.
આ પણ વાંચો: નુસરત ભરૂચાએ રેપર હની સિંહ સાથે ડેટિંગની અફવા અંગે તોડ્યું મોન, કહ્યું, મારા જીવનમાં…
સોનાક્ષીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે દહાડ પછી બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળશે, જે પૂજા એન્ટરટેઈન્મેન્ટના બેનર હેઠળ બનેલી એક એક્શન થ્રિલર ફિલ્મ છે. આમાં સોનાક્ષીની સાથે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ હશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us