Sonakshi Sinha : સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને ઝહીર ઈકબાલ (Zaheer Iqbal) ના લગ્ન ધામધૂમથી પૂર્ણ થઈ ગયા છે પરંતુ સેલિબ્રેશન હજુ પણ ચાલુ છે. નવદંપતી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ બુધવારે રાત્રે ડિનર માટે બહાર ગયા હતા, તેઓ નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સાથે જોવા મળ્યા હતા. રવિવારે તેના લગ્ન પછી આ કપલનો આ પહેલો લુક હતો.

રવિવારે સેરેમનીમાં રેડ કલરના આઉટફિટમાં જોવા મળ્યા બાદ ફરી સોનાક્ષી લાલ રંગમાં જોવા મળી હતી જ્યારે ઝહીરે સફેદ શર્ટ પહેર્યો હતો, જે દેખીતી રીતે સોશિયલ મીડિયા યુઝર્સે નોંધ્યું હતું. ‘એક યુઝરે Instagram પર કમેન્ટ કરી હતી ‘તેઓ લગ્ન કર્યા ત્યારથી લાલ અને સફેદ પહેર્યા છે.’
આ પણ વાંચો: Hindustani 2: હિન્દુસ્તાની 2 ટ્રેલર રિલિઝ, 69 વર્ષના કમલ હસનનો એક્શન અવતાર, જાણો ઈન્ડિયન 2 ક્યારે રિલિઝ થશે
વીડિયોમાં કપલ સોનાક્ષી અને ઝહીર મુંબઈની એક હાઈ-એન્ડ હોટલમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. તેઓએ પાપારાઝી સાથે ટૂંકમાં વાતચીત કરી, કેમેરા સામે પોઝ આપ્યો અને તેમના પરિવાર અને મિત્રોને મળવા માટે અંદર ગયા. વીડિયોમાં મહેમાન કપલનું સ્વાગત કરે છે ત્યારે ઝહીર એક મહેમાનના આશીર્વાદ લેતો જોવા મળે છે.
ડિનરની તસવીરો દર્શાવે છે કે સોનાક્ષીની માતા પૂનમ સિંહા ડિનરમાં અભિનેતા પૂનમ ધિલ્લોન, શશિ રંજન અને અનુ રંજન સહિત અન્ય લોકો સાથે હતી. ફોટામાં “બ્રાઇડ સ્ક્વોડ” અને “ટીમ હેપ્પીલી ડોટ કોમ” કેપ્શન આપવામાં આવ્યું હતું.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ રવિવારે એક સિવિલ સેરેમનીમાં લગ્ન કર્યા હતા પરંતુ કોમેન્ટ સેક્શનમાં ઘણા નેગેટિવ મેસેજ આવ્યા બાદ તેઓએ પોસ્ટનું કોમેન્ટ્સ સેકશન બંધ કરી દીધું હતું.
નેગેટિવિટીના મેસેજ પર જવાબમાં, શત્રુઘ્ન સિંહાએ ટાઈમ્સ નાઉને કહ્યું હતું કે, “મારી પુત્રીએ કંઈપણ ગેરકાયદેસર અથવા ગેરબંધારણીય કર્યું નથી.લગ્ન એ બે લોકો વચ્ચેનો ખૂબ જ વ્યક્તિગત નિર્ણય છે, કોઈને દખલ કરવાનો અથવા ટિપ્પણી કરવાનો અધિકાર નથી. બધા વિરોધીઓને હું કહું છું. જાઓ, જીવન જીવો. તમારા જીવનમાં કંઈક અલગ કરો. ઔર કુછ નહીં (મારે બીજું કંઈ કહેવું નથી).”





