Sonakshi Sinha : સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને ઝહીર ઈકબાલ (Zaheer Iqbal) છેલ્લા કેટલાક દિવસોથી ન્યૂયોર્કમાં વેકેશન માણી રહ્યા છે. વિવિધ સ્થળોની મુલાકાત લેવા અને સ્વાદિષ્ટ ભોજનમાં વ્યસ્ત રહેવાથી લઈને કેટલીક રોમાંચક રાઈડનો આનંદ માણવા સુધી તેઓએ આ બધું અનુભવ્યું છે. તાજેતરમાં, કપલે દેશનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું અને ન્યુયોર્કમાં આ વર્ષની ઈન્ડિયા ડે પરેડ (India Day Parade) માં એકતાની ઉજવણી કરી હતી. સોનાક્ષીએ ફન ઈવેન્ટની તસવીરોનું કેરોયુઝલ શેર કર્યું, જેમાં પંકજ ત્રિપાઠી પણ હાજર હતા.
તેના ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીએ તેના પતિ ઝહીર ઈકબાલ સાથે ઘણી તસવીરો શેર કરી છે. એકટ્રેસે કેપ્શનમાં પોતાનો આનંદ પણ શેર કર્યો અને લખ્યું, ‘આ વર્ષે ન્યુયોર્કમાં ઈન્ડિયા ડે પરેડમાં આપણા મહાન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા અને વિવિધતામાં એકતાની ઉજવણી કરવાનું આટલું સન્માન હતું! @federationofindianassociations દ્વારા શાનદાર રીતે આયોજન કરવામાં આવ્યું છે, @iamzahero અને હું તમારો આભાર માણીયે છીએ.’
આ પણ વાંચો: Tamanna Bhatia : તમન્ના ભાટિયા રાધા રાની ફોટોશૂટ । આઉટફિટનેને લીધી થઇ ટ્રોલ, શું એકટ્રેસે ફોટા હટાવ્યા?
ફોટોઝમાં સોનાક્ષી સિંહા ગોલ્ડન અને વ્હાઇટ શરારા સેટમાં સુંદર દેખાતી હતી. તેણે નારંગી બાંધણીના દુપટ્ટા સાથે લુક કંપ્લીટ કર્યો હતી અને સિમ્પલ ગ્રીન કલરની બંગડીઓ પહેરી હતી. બીજી તરફ તેના પતિએ સફેદ પેન્ટ અને કુર્તા પહેર્યા હતા. તેણે તેને રંગબેરંગી જેકેટથી લેયર કર્યું હતું.
તસવીરોમાં, એક તસવીર એવી હતી જેમાં અભિનેત્રી સ્પીચ આપી રહી હતી અને ઝહીર તેની બાજુમાં રહીને તેને પ્રેમથી સાંભળી રહ્યો હતો. તેણે મુકેલ આઠ ફોટોઝમાંથી એકમાં સ્ત્રી 2 સ્ટાર પંકજ ત્રિપાઠી દેખાયા છે. ઉજવણી માટે, વરિષ્ઠ અભિનેતાએ સફેદ થ્રી-પીસ સેટમાં હાજર રહ્યા હતા.
સોનાક્ષી સિંહા લગ્ન (Sonakshi Sinha Marriage)
અહીં જણાવી દઈએ કે સાત વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે મુંબઈમાં 23 જૂનના રોજ એક નજીકના મિત્રો અને સગા સંબંધીઓની હાજરીમાં લગ્નના બંધનમાં જોડાયા હતા. સોનાક્ષી અને ઝહીરના રજિસ્ટર્ડ લગ્ન તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં કર્યા હતા. ત્યારબાદ મુંબઈના બસ્તિયન ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
સોનાક્ષી સિંહાના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો છેલ્લે હીરામંડીમાં વેબ સિરીઝમાં જોવા મળી હતી ત્યારબાદ હોરર કોમેડી ફિલ્મ કાકુડામાં જોવા મળી હતી.