/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Sonakshi-Sinha-Zaheer-Iqbal-.jpg)
Sonakshi Sinha Zaheer Iqbal wedding: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ બે વર્ષથી રિલેશનશીપમાં છે. (Photo - @aslisona / @iamzahero)
Sonakshi Sinha Zaheer Iqbal : સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને ઝહીર ઈકબાલ (Zaheer Iqbal) 23 જૂનના રોજ લગ્ન કરી રહ્યા છે. બંનેએ ગમે તેટલું સિક્રેટ રાખવાની કોશિશ કરી હોય, પરંતુ તે ક્યારેક તો ખરેખર સામે આવેજ છે. તેમના લગ્નની અફવાઓ વચ્ચે, આ દંપતીના લગ્નનું આમંત્રણ ઇન્ટરનેટ પર વાયરલ થયું છે જેમાં ટૂંક સમયમાં લગ્ન કરનાર કપલનો એક સ્વીટ ઓડિયો મેસેજ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Sonakshi-Sinha-Heeramandi.jpg)
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નનું આમંત્રણ લીક
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નના આમંત્રણે ઈન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે. બરફથી આચ્છાદિત પર્વતો વચ્ચે દંપતીનો એક આકર્ષક ફોટોગ્રાફ છે. લીક થયેલા આમંત્રણના લખાણમાં લખ્યું છે 'અમે સત્તાવાર રીતે રહ્યા છીએ! (અંતે)” તેઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે 'અફવાઓ સાચી હતી!' સ્થળની વાત કરીએ તો, પાર્ટી મુંબઈમાં ટોચ પર શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બાસ્ટિયનમાં થશે. સાંજ માટેનો ડ્રેસ કોડ 'ફોર્મલ અને ફેસ્ટિવ' છે અને મહેમાનોને લાલ વસ્ત્રો ન પહેરવાની ચેતવણી આપી છે.
આ પણ વાંચો: Richest Bollywood Couple: સૌથી ધનિક બોલિવુડ કપલ કોણ? રણવીર-દીપિકા, વિરુષ્કા, આલિયા-રણબીર ટોપ 5 માં પણ નથી
તેના મિત્રો માટે એક ઓડિયો QR કોડ મેસેજ પણ છે જેમાં જણાવ્યું હતું કે, "અમારા તમામ ટેક-સેવી અને જાસૂસ મિત્રો અને ફેમિલી કે જેઓએ આ પેજ જોયું. આ નોંધની શરૂઆતમાં સોનાક્ષીએ આમંત્રિતોને શુભેચ્છા પાઠવી છે.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ કહે છે કે 'અફવાઓ સાચી હતી'
ઝહીર આગળ કહે છે, "છેલ્લા સાત વર્ષથી અમે સાથે છીએ, પ્રેમ, આનંદ, ખુશીઅને ઘણા દુઃખ સુખ સાથે અમે આ ક્ષણ સુધી પહોંચાડ્યા છે, સોનાક્ષી કહે છે આખરે આ લગ્નની ઉજવણી તમારા વિના પૂર્ણ થશે નહીં, તેથી તમે 23મી જૂને અચૂક અમારી સાથે પાર્ટીમાં આવો. ત્યાં મળીશું.''
સોનાક્ષી સિંહાએ તેના લગ્નની અટકળો પર પ્રતિક્રિયા આપી
તાજેતરમાં iDiva સાથે વાત કરતી વખતે, સોનાક્ષી સિંહાને ઝહીર ઇકબાલ સાથેના લગ્નની અટકળો વિશે પૂછવામાં આવ્યું હતું. આના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે તેના આ પ્રશ્ન હંમેશા પૂછવામાં આવે છે. પરંતુ હવે તે આવા તમામ પ્રશ્નોથી કંટાળી ગઈ છે.
તેણે કમેન્ટ કરી કે "તે કોઈનો વિષય નથી, તે મારી પસંદગી છે અને મને આશ્ચર્ય થાય છે કે લોકો શા માટે મારા વિશે ચિંતિત છે. મારા લગ્ન વિશે મારા માતાપિતા કરતાં વધુ પૂછવામાં આવે છે જે મને ફની લાગે છે પરંતુ હવે તો આ પ્રશ્નોની આદત થઇ ગઈ છે.'' અહીં જણાવી દઈએ કે,સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે ડબલ એક્સએલમાં સાથે કામ કર્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us