Sonakshi Sinha : સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નને એક મહિનો, ફિલિપાઈન્સમાં ઉજવણી, જુઓ તસ્વીરો

Sonakshi Sinha : સાત વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે મુંબઈમાં 23 જૂનના રોજ એક નજીકના મિત્રો અને સગા સંબંધીઓની હાજરીમાં લગ્નના બંધનમાં જોડાયા હતા.

Sonakshi Sinha : સાત વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે મુંબઈમાં 23 જૂનના રોજ એક નજીકના મિત્રો અને સગા સંબંધીઓની હાજરીમાં લગ્નના બંધનમાં જોડાયા હતા.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Sonakshi Sinha Zaheer Iqbal one month wedding anniversary

Sonakshi Sinha : સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નને એક મહિનો થયો, ફિલિપાઈન્સમાં કરી ઉજવણી, જુઓ તસ્વીરો

Sonakshi Sinha : સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને ઝહીર ઈકબાલ (Zaheer Iqbal) એ ગયા મહિને 23 જૂન 2024 ના રોજ ફેમિલી અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. કપલ તાજતેરમાં ફિલિપાઈન્સ હનીમૂન મનાવા માટે ગયા છે. 23 જુલાઈએ કપલની લગ્નને એક મહિનો થઇ ગયો તેની સોનાક્ષીએ સોશિયલ મીડિયા પર તેઓના ફોટા શેર કર્યા છે.

Advertisment
Sonakshi Sinha Zaheer Iqbal Honeymoon Photos
Sonakshi Sinha : સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નને એક મહિનો થયો, ફિલિપાઈન્સમાં કરી ઉજવણી, જુઓ તસ્વીરો

એકટ્રેસે પોસ્ટને કેપ્શન આપ્યું કે, 'અમે અમારા લગ્નના એક મહિનાની ઉજવણી કરી જે અમને સૌથી વધુ કરવાની જરૂર હતી તે કર્યું, પુનઃપ્રાપ્ત!!!' સાત દિવસથી વેકેશન માણતા દંપતી કહે છે કે આ અનુભવ પરિવર્તનકારીથી ઓછો નહોતો. સોનાક્ષીએ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે 'આખરે સુખાકારીનો સાર સમજ્યો, તેમના શરીરમાં ટ્યુનિંગ, તેમના મનને સાંભળવું અને પ્રકૃતિ સાથે કનેક્ટ થવું. એક અઠવાડિયામાં અમને શીખવવામાં આવ્યું કે સુખાકારીનો ખરેખર અર્થ શું છે, આપણા શરીરની સંભાળ, મનની સંભાળ રાખવાથી લઈને કુદરતની વચ્ચે રહેવું, યોગ્ય ખાવું, સમયસર સૂવું, ડિટોક્સ ટ્રીટમેન્ટ્સ અને મસાજ - એકદમ વગેરે એકદમ નવા અનુભવો હતા'

Advertisment

સાત વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે મુંબઈમાં 23 જૂનના રોજ એક નજીકના મિત્રો અને સગા સંબંધીઓની હાજરીમાં લગ્નના બંધનમાં જોડાયા હતા. સોનાક્ષી અને ઝહીરના રજિસ્ટર્ડ લગ્ન તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં કર્યા હતા. ત્યારબાદ મુંબઈના બસ્તિયન ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

સોનાક્ષી સિંહા celebrities મનોરંજન ન્યૂઝ