Sonakshi Sinha Zaheer Iqbal Wedding: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના લગ્ન ચર્ચામાં છે. આ કપલ 23 જૂને મુંબઇમાં ગ્રાન્ડ વેડિંગ કરશે. પરંતુ, ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર આ કપલ આજે એટલે કે 21 જૂનથી મેસેજ સેરેમની શરૂ થઇ ગઇ છે અને 23 જૂને રિસેપ્શન આપશે. જણાવવામાં આવી રહ્યું છે કે બંને પોતાના લગ્નને પ્રાઈવેટ રાખવા માંગે છે. બંનેના પરિવાર આ લગ્નથી પરિવાર ઘણા ખુશ છે. આ દરમિયાન હવે એવા સવાલો ઊભા થવા લાગ્યા છે કે, આ લગ્ન હિન્દુ અને મુસ્લિમ બંને કયા રિવાજથી લગ્ન કરશે? ઝહીર ઈકબાલના પિતા ઇકબાલ રતનસીએ હવે આ મામલે મૌન તોડ્યું છે.
હકીકતમાં ઝહીર ઇકબાલના પિતા ઇકબાલ રત્નસીએ હાલમાં જ ફ્રી પ્રેસ જનરલ સાથે વાત કરી છે. આ સમય દરમિયાન, તેણે રિવાજો વિશે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે આ લગ્ન ન તો હિન્દુ રીતિ-રિવાજો અનુસાર થશે કે ન તો મુસ્લિમ રીતિ રિવાજો અનુસાર. રતનસીએ કહ્યું કે, આ લગ્ન એક સિવિલ મેરેજ હશે.

સોનાક્ષી સિન્હા ઈસ્લામ ધર્મ અંગીકાર કરશે?
આ સાથે જ બીજી એક ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવા મળી રહી છે. લગ્ન પછી સોનાક્ષી સિંહા પોતાનો ધર્મ બદલશે કે નહીં તે વાત રહી છે. ઝહીર ઇકબાલના પિતાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ધર્મ પરિવર્તનની અફવાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે પોતાનો ધર્મ બદલશે નહીં. હૃદય અહીં મળી રહ્યા છે અને તેમાં ધર્મની કોઈ ભૂમિકા નથી.
એટલું જ નહીં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ માનવતામાં માને છે. ઈશ્વરને હિન્દુઓ ભગવાન અને મુસ્લિમો અલ્લાહ કહે છે. તેમ છતાં બધા જ મનુષ્યો છે. ઝહીર ઈકબાલના પિતાએ પુત્ર અને પુત્રવધૂને આશીર્વાદ પણ આપ્યા હતા.

આ પણ વાંચો | સોનાક્ષી અને ઝહીરના લગ્નમાં હશે બધુ જ ખાસ, વેડિંગ વેન્યૂ ડેકોરેશનથી લઇ મેનૂ સુધી બધુ જાણો
સોનાક્ષી સિંહા – ઝહીર ઈકબાલ 7 વર્ષથી રિલેશનશીપમાં
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ 7 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર ડિનર અને કોફી ડેટ્સ સાથે ફેમિલી ફંક્શનમાં સાથે જોવા મળ્યા છે. 7 વર્ષ ડેટિંગ કર્યા બાદ હવે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. બંનેએ ફિલ્મ ‘ડબલ એક્સએલ’માં સાથે કામ કર્યું છે. લગ્નની તૈયારીઓ કરી લેવામાં આવી છે. શત્રુઘ્ન સિન્હાના ઘર રામાયણને સજાવવામાં આવ્યું છે. તેને સુંદર રોશનીથી સજાવવામાં આવે છે.





