Sonakshi Sinha-Zaheer Iqbal Wedding : સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ હવે પરણી ગયા છે. આ દંપતીએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં રજિસ્ટર મેરેજ કર્યા છે. અભિનેત્રી સોનાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્નની તસવીરો શેર કરી છે. આ તસવીર શેર કરવાની સાથે સોનાક્ષીએ એક લાંબી પોસ્ટ પણ લખી છે. એક્ટ્રેસે આ વાત શેર કરવાની સાથે જ જણાવ્યું છે કે વર્ષ 2017માં આજના દિવસે જ તેમનો પ્રેમ શરૂ થયો હતો.
લગ્ન બાદ આ કપલ વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 1000 મહેમાનો સામેલ થવાના છે. તેમની પાર્ટી સવારે 4 વાગ્યા સુધી ચાલવાની છે.
સોનાક્ષી સિન્હાએ લગ્નની પહેલી તસવીર શેર કરી
સોનાક્ષી સિન્હાએ લગ્ન બાદ લગ્નની પહેલી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે લખ્યું કે સાત વર્ષ પહેલાં 23 જૂન, 2017 ના રોજ આ દિવસે અમારી આંખો મળી હતી. અમે શુદ્ધ પ્રેમ જોયો અને નક્કી કર્યું કે તેને હોલ્ડ કરીશું. આજે આ પ્રેમે અમને તમામ પડકારોમાં માર્ગદર્શન આપ્યું છે. આ ક્ષણ આવી ગઈ છે. જ્યાં અમારા બંને પરિવાર અને બંને દેવતાઓના આશીર્વાદથી હવે અમે પતિ-પત્ની છીએ.
આ પણ વાંચો – સોનાક્ષી સિંહા લગ્નમાં સાત ફેરા ફરશે કે નિકાહ પઢશે? ઝહીર ઈકબાલના પિતા એ કર્યો મોટો ખુલાસો
અભિનેત્રીએ આગળ લખ્યું કે આશા છે કે પ્રેમ આવો જ રહેશે અને બધું સારું રહેશે. આજે અને હંમેશા સાથે છીએ. સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટોમાં તમે જોઈ શકો છો કે સોનાક્ષી સાડીમાં જોવા મળી રહી છે. તેનો સિમ્પલ લુક જોવા મળી રહ્યો છે. સોનાક્ષીએ સિમ્પલ લુકમાં સૌનું દિલ જીતી લીધું છે. સાથે જ ઝહીરને એમ્બ્રોઇડરીવાળા કુર્તામાં જોઇ શકાય છે. કપલના ચહેરા પર લગ્નની ચમક અને ખુશી સ્પષ્ટ જોવા મળે છે.
વેડિંગ રિસેપ્શનમાં આવ્યા ઘણા સ્ટાર્સ
સોનાક્ષીના લગ્નમાં શામેલ થવા માટે બોલિવુડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા છે. જેમાં અભિનેત્રી કાજોલ, અનિલ કપૂર, ચંકી પાંડે, રેખાનો સમાવેશ થાય છે. હુમા કુરેશી આગલા દિવસે તેમના ઘરે પહોંચી હતી. તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે એક્ટ્રેસની માતા પૂનમ સિન્હા સાથે વાત કરતો જોવા મળી હતી. આ સાથે જ મનીષા કોઇરાલાએ સોનાક્ષી માટે એક દિવસ પહેલા જ મોટી ગિફ્ટ મોકલી હતી. અભિનેત્રીના ગેસ્ટ લિસ્ટમાં અદિતિ રાવ હૈદરી, સિદ્ધાર્થ, સલમાન ખાન, તબ્બુ અને પૂનમ ઢિલ્લોં જેવા સ્ટાર્સ સામેલ છે.





