Sonakshi Sinha Zaheer Iqbal Wedding: સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલના લગ્ન વિશેની નાનામાં નાની માહિતી સામે આવી રહી છે. લગ્નમાં કોણ કોણ હાજરી આપવાનું છે, લગ્ન સ્થળ અને તેના ડેકોરેશનથી લઈને દરેક જાણકારી સામે આવી છે. તેમના લગ્નના આમંત્રણથી લઈને લગ્નની થીમ સુધી, બધું જ એકદમ હટકે છે.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના લગ્ન 23 જૂને થવા જઈ રહ્યા છે અને આઈએનએસની રિપોર્ટ મુજબ આ લગ્ન બેસ્ટિયન – એટ ધ ટોપમાં યોજાઇ રહ્યા છે. આ વેડિંગ થીમ વ્હાઇટ હશે. મેરેજ વેન્યૂને સફેદ ફૂલોથી સજાવવામાં આવશે. આ સેલિબ્રિટની મેરેજને અન્ય લગ્નની જેમ પ્રાઇવેટ નહીં રાખવામાં આવે, તેમાં 100 પાપારાઝી સામેલ હશે અને તેમના માટે ખાસ લોબી તૈયાર કરવામાં આવી છે. જોકે, ફૂડ મેનૂની વિગતો સામે આવી નથી.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલના લગ્નમાં આવનારા ગેસ્ટ લિસ્ટની વાત કરીએ તો બંને પરિવાર અને તેમના સંબંધીઓ ઉપરાંત કપલના નજીકના મિત્રો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકો સામેલ થશે. હુમા કુરૈશી, આયુષ શર્મા, વરુણ શર્માને આમંત્રણ આપવામાં આવ્યું છે. ‘હીરામંડી’ની ટીમમાં સંજય લીલા ભણસાલી, મનીષા કોઈરાલા, ફરદીન ખાન, તાહા શાહ, અદિતિ રાવ હૈદરી, શર્મિન સેગલ, સંજીદા શેખ સહિતની વેબ સિરીઝની સ્ટારકાસ્ટ સામેલ હશે.
સોનાક્ષી અને ઝહીરના લગ્નમાં સલમાન ખાન આવશે!
સલમાન ખાન ઝહીર ઇકબાલની નજીક છે અને સોનાક્ષી પણ તેની સાથે કામ કરી ચૂકી છે. આવી સ્થિતિમાં, તેઓ આ લગ્નમાં આવવા માટે બંધાયેલા છે. તેને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તે આવશે કે નહીં તે તેના વર્ક કમિટમેન્ટ પર આધાર રાખે છે. હુમા કુરેશી આ લગ્નનો હિસ્સો બનશે અને તે સોનાક્ષીની બેચલર પાર્ટીમાં પણ જોવા મળી હતી.
આ પણ વાંચો | શત્રુઘ્ન સિંહા દિકરી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નમાં જશે કે નહીં? મામા એ કહી મોટી વાત
સોનાક્ષી અને ઝહીરનું વેડિંગ કાર્ડ છે બહુ ખાસ
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલનું ડિજિટલ વેડિંગ ઈન્વિટેશન કાર્ડ પર બહુ ખાસ છે, જે બહુ વાયરલ છે. આ કાર્ડ એક મેગેઝિનના કવર જેવું લાગતું હતું, જેમાં બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે આ દંપતીની તસવીર હતી. આ સાથે એક ઓડિયો મેસેજ પણ હતો જેમાં કપલે ખાસ અંદાજમાં લગ્નની ઘોષણા કરી હતી અને બધાને આમંત્રણ આપ્યું હતું.