/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/doctor-76.jpg)
બોલિૂવૂડ અભિનેત્રી સોનમ કપૂર ફાઇલ તસવીર
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરનો આજે 9 જૂનના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આજે સોનમ કપૂરે જીવનનો એક પડાવ પૂર્ણ કર્યો છે. સોનમ કપૂર આજે 37 વર્ષની થઇ ગઇ છે. સોનમ કપૂર ફિલ્મોમાંથી તો કરોડોની કમાણી કરી જ લે છે પરંતુ પોતના બિઝનેસમાંથી પણ સારી એવી કમાણી કરે છે. સુંદરતા સાથે લાખો લોકોના દિલો પર રાજ કરનારી અભિનેત્રી સોનમ કપૂર આજે કરોડોની સંપત્તિની માલિકી ધરાવે છે. ત્યારે સોનમ કપૂરના જન્મદિવસ પર આવો જાણીએ તેની સંપત્તિ અને તેની કારકિર્દીના પ્રારંભિક સંઘર્ષની કહાની.
અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરે જ્યારે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે બધાની નજર તેના પર અટકેલી હતી. બધાને લાગતું હતું કે તેના પિતાની જેમ સોનમ પણ ધૂમ મચાવશે. તેને તેની પહેલી ફિલ્મ સાંવરિયા માટે ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલી મળ્યા હતા. આ ફિલ્મથી સોનમની સાથે રણબીર કપૂરે પણ ડેબ્યુ કર્યું હતું. બંનેએ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ ફિલ્મ દર્શકોને આકર્ષી શકી નહીં અને થિયેટરોમાં ફ્લોપ રહી હતી.
એક પછી એક ફ્લોપ ફિલ્મો આપ્યા પછી, જ્યારે સોનમનું નસીબ રાંઝણા સાથે ખુલ્યું ત્યારે તેની આગામી ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ સુપરહિટ રહી. સોનમે આ ફિલ્મ દ્વારા દરેકના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. આ ફિલ્મ પછી તેની વધુ ત્રણ ફિલ્મો આવી જે કંઈ ખાસ કરી શકી નહીં. ત્યારબાદ તે સલમાન ખાન સાથે પ્રેમ રતન ધન પાયોમાં જોવા મળી હતી. આ ફિલ્મ તેની સુપરહિટ રહી હતી. નીરજામાં પણ સોનમનું કામ બધાને ગમ્યું. સોનમની છેલ્લી હિટ ફિલ્મ સંજુ હતી. સોનમે પોતાના ફિલ્મી કરિયરમાં 6 હિટ ફિલ્મો આપી છે.
હવે સોનમ કપૂર પાસે કેટલી સંપત્તિ છે તેની વાત કરીએ. સોનમ કપૂર પાસે કુલ નેટવર્થ 15 મિલિયન અમેરિકી ડોલર છે. સોનમ કપૂર સૌથી વધુ કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા કરે છે. મળતી માહિતી અનુસાર, સોનમ કપૂર એક એન્ડોર્સમેન્ટ માટે 1થી 1.5 કરોડ ફી લે છે. સોનમ કપૂર ફિલ્મ નિર્માતા અને એક ટેલિવિઝન હોસ્ટ પણ છે. આ સિવાય સોનમ કપૂરે રિયલ એસ્ટેટમાં મોટા પાયે રોકાણ કર્યું છે. સોનમ કપૂર વિશે ખાસ વાત એ પણ છે કે, તે સરકારને સૌથી વધુ ટેક્સ આપનાર હસ્તીઓમાં સામેલ છે. આ સાથે સોનમ કપૂર દાન અને સમાજિક સેવા કરવામાં પણ પાછળ નથી.
સોનમ કપૂરના બંગલાની કિંમતની વાત કરીએ તો એક્ટ્રેસે વર્ષ 2014માં એક આલિશાન બંગલો ખરીધ્યો હતો. આ બંગલાની આશરે 24.6 કરોડ રૂપિયા કિંમત છે. આ બંગલાની તસવીરો પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. સોનમ કપૂરની લકઝરી કારની પણ શોખીન છે. તેની પાસે કાર કલેકશનમાં મિની કપૂર, મર્સિડીઝ બેન્ઝ અને ઓડી છે.
સોનમ કપૂરે ખૂબ જ લાંબા સમય સુધી આનંદ આહૂજાને ડેટ કર્યા બાદ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. આ અભિનેત્રીએ 20 ઓગસ્ટ 2022ના રોજ તેના પુત્ર વાયુને જન્મ આપ્યો હતો. સોનમ કપૂર છેલ્લે ફિલ્મ ‘એકે વર્સેજ એકે’માં જોવા મળી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us