Soni Razdan Birthday : બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ પોતાના અંગત જીવનને લઇને અવાર-નવાર ચર્ચામાં આવે છે. ખાસ કરીને જ્યારે તેણે બીજી વાર સોની રાઝદાન સાથે લગ્ન કર્યા. મહેશ ભટ્ટને તેના પ્રથમ લગ્નથી તેને બે બાળકો પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ હતા. તેઓ સોની રાઝદાનને બિલકુલ પસંદ ન કરતા હતા. સોની રાઝદાન અને મહેશ ભટ્ટે 1986માં લગ્ન કર્યા હતા. તે સમયે મહેશ ભટ્ટ પરિણીત હતા. આજે 25 ઓક્ટોબરે સોની રાઝદાનનો બર્થડે છે. આ તકે ચલો જાણીએ આલિયા ભટ્ટના માતા-પિતાની લવ સ્ટોરી વિશે.
મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની પ્રથમ મુલાકાત
છ મહિના પહેલા જ સોની રાઝદાન અને મહેશ ભટ્ટના લગ્નના 37 વર્ષ પૂર્ણ થયા. મહેશ ભટ્ટ અને સોની રાઝદાનના લગ્ન 1986માં થયા હતા. તેમને બે બાળકો છે, આલિયા અને શાહીન ભટ્ટ. મહેશ ભટ્ટ સૌપ્રથમ સોનીને 1984માં ફિલ્મ ‘સારાંશ’ના સેટ પર મળ્યા હતા. આ ફિલ્મમાં સોની રાઝદાન અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં હતા.
મુશ્કેલ સમયમાં તેની મદદ કરી હતી : મહેશ ભટ્ટ
સિમી ગ્રેવાલને આપેલા એક ઈન્ટરવ્યુમાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે, સોનીએ તેના જીવનના સૌથી મુશ્કેલ સમયમાં તેની મદદ કરી હતી. તેણે કહ્યું કે તેને દારૂ પીવાની ખૂબ જ ખરાબ લત હતી, તેમણે કહ્યું, ‘મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે હું જેની નજીક જતો તે બગડી જતો. તે સમયે સોનીએ મારી સંભાળ લીધી.’
‘તમારા હોવાથી કોઈને કઈ નુકસાન નથી’
સિમી ગ્રેવાલે સોનીને પણ સવાલ કર્યો હતો કે, જ્યારે તમે મહેશ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા, ત્યારે તેમના પરિવારની તમને કેવી પ્રતિક્રિયા હતી? આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, થોડા સમય સુધી નારાજગી હતી. પછી વસ્તુઓ બદલાવા લાગી. થોડા સમય પછી તમે સમજી જાવ છો કે તમારા હોવાથી કોઈને કઈ નુકસાન નથી.
મહેશ ભટ્ટે 1984માં આવેલી ફિલ્મ ‘સારંશ’ લખી અને દિગ્દર્શિત કરી હતી, જેમાં અનુપમ ખેરે ડેબ્યૂ કર્યું હતું. તેને ભારતમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો અને તેને ઓસ્કરમાં મોકલવામાં આવી. સારંશ ફિલ્મની મુખ્ય અભિનેત્રી હતી. એ સમયે મહેશ આલ્કોહોલિક થઈ ગયા હતા, પરંતુ સોનીના આગમનથી તેમણે ફરીથી જીવન જીવવાનું શરૂ કર્યું.





