Sonu Nigam Birthday : સોનુ નિગમના મધુર અવાજે ગવાયેલા આ 10 ગીતોએ સિંગરને 'કિંગ' બનાવ્યો, આ છે તેના 10 પોપ્યુલર ગીત

Sonu Nigam Songs : પ્રખ્યાત સિંગર સોનુ નિગમ આજે 30 જૂલાઇના રોજ પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. હવે સોનુ નિગમના ટોપ 10 ગીતો વિશે વાત કરીએ. સોનુ નિગમના ટોપ 10 ગીતો સાંભળીને તમારો સન્ડે બની જશે.

Sonu Nigam Songs : પ્રખ્યાત સિંગર સોનુ નિગમ આજે 30 જૂલાઇના રોજ પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. હવે સોનુ નિગમના ટોપ 10 ગીતો વિશે વાત કરીએ. સોનુ નિગમના ટોપ 10 ગીતો સાંભળીને તમારો સન્ડે બની જશે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Sonu Nigam | Sonu Nigam Birthday | Sonu Nigam Songs | Bollywood Songs

Sonu Nigam : સોનુ નિગમ ફાઇલ તસવીર

Sonu Nigam Songs : હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત સિંગર સોનુ નિગમ આજે 30 જૂલાઇના રોજ પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સોનુનું સુંદર આગમન માત્ર બોલિવૂડ સુધી સીમિત નથી. હિન્દી ઉપરાંત, તેણે બંગાળી, તેલુગુ, ગુજરાતી, કન્નડ, મરાઠી, ઓડિયા, મલયાલમ અને ભોજપુરી સહિત ઘણી ભાષાઓમાં ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.

Advertisment

19 વર્ષની ઉંમરે બોલિવૂડમાં સિંગિંગ કરિયર બનાવવા માટે સોનુ મુંબઇ આવ્યો હતો. શરૂઆતમાં તે વધારે પડતાં મોહમ્મદ રફીના ગીતો ગાતો હતો, જેના લીધે તે 'રફી ક્લોન'ના નામથી ઓળખાતો હતો. 1997માં તેણે ફિલ્મ 'પરદેસ'માં ગીત 'યે દિલ દિવાના' ગાયું હતું, આ પછી લોકોનો મત બદલાયો હતો. 1990માં તેણે ફિલ્મ 'જાનમ' માટે પહેલીવાર અવાજ આપ્યો હતો. જોકે, એ ફિલ્મ રીલિઝ ન થઇ શકી. 1995માં સોનુએ હોસ્ટ કરેલા શો 'સા રે ગા મા'ને ટીવી પર ખૂબ લોકપ્રિયતા મળી હતી. 'બેવફા સનમ'નું ગીત 'અચ્છા સિલા દિયા તુને મેરે..' અને 'બોર્ડર'નું ગીત 'સંદેશે આતે હૈ'ને ખૂબ લોકપ્રિયતા મળી હતી. ઉપરાંત તેના 'દિવાના' (1999), 'યાદ' (2001), 'જાન' (2000) અને 'ચંદા કી ડોલી' (2005) જેવા શાનદાર આલ્બમ પણ આવ્યા.

વર્ષ 2022માં સોનુ નિગમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. આ સિવાય તેમને ફિલ્મફેર, ઝી સિને, આઈફા અને આઈટીએ સહિતના ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે સોનુ નિગમના ટોપ 10 ગીતો વિશે વાત કરીએ. સોનુ નિગમના ટોપ 10 ગીતો સાંભળીને તમારો સન્ડે બની જશે.

સંદેશે આતે હૈ ગીત (Sandese aate hai song)

સની દેઓલની ફિલ્મ બોર્ડર માટે સોનુ નિગમે 'સંદેશે આતે હૈ ગીત' ગાયું હતું. આ ગીત ખુબ પ્રચલિત થયું અને સિંગરે ખુબ ખ્યાતિ મેળવી. આજે પણ આ ગીત લોકોના મુખે રમતું સંભળાય છે.

Advertisment

બોલે ચૂડિયા બોલે કંગના (bole chudiyan)

શાહરૂખ ખાન, કાજોલ, હ્રિતિક રોશન કરીના કપૂર, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની આઇકોનિક ફિલ્મ કભી ખુશી કભી ગમનુ 'બોલે ચૂડિયા બોલે કંગના' ગીત પણ સોનુ નિગમના કંઠે ગવાયું છે.

અલ્બમ બેવફા (Accha Sila Diya toone Mere Pyar ka)

અલ્બમ બેવફામાં 'અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા' ગીતને પોતાનો મધુર અવાજ આપીને સોનુ નિગમ સુપરસ્ટાર બની ગયો.

હમકો દીવાના કર રહા હૈ ગીત (Humko Dweewana kar Gaye)

ફિલ્મ ભુલા દેંગે તુમકો સનમનું હમકો 'દીવાના કર રહા હૈ' ગીત સોનુ નિગમના કંઠે ગવાયું છે. આ ગીત પણ ઘણું હિટ રહ્યું.

વોટ ઇઝ મોબાઇલ નંબર ગીત (What Is Mobile No)

સુપરસ્ટાર ગોંવિદાની ફિલ્મ હસીના માન જાયેગીનું ગીત 'વોટ ઇઝ મોબાઇલ નંબર' પણ સોનુ નિગમે જ ગાયું છે. આ ગીતે પણ ખુબ ધૂમ મચાવી.

પંછી નદીયા પવન કે ઝોંકે ગીત (Pancchi Nadiya Pawan ka jhonke)

રિફ્યૂઝી ફિલ્મનું પ્રચલિત ગીત 'પંછી નદીયા પવન કે ઝોંકેને સોનુ નિગમ પોતાનો જાદુઇ આપ્યો છે. આ ગીતે પણ ખુબ ધમાલ મચાવી.

પ્યાર દિલો કા મેલા હૈ ગીત (Pyar Dilo Ka Mela Hai)

સલમાન ખાનની ફિલ્મ દુલ્હન હમ લે જાયેંગેનું 'પ્યાર દિલો કા મેલા હૈ' ગીતને સોનુ નિગમે પોતાનો સુર આપી લોકોના દિલો પર રાજ જમાવી લીધું.

યૂપીવાલા ઠુમકા એન્ડ હીરો જૈસે નાચ દિખાઉંગા ગીત (Up wala Thumka)

ગોવિંદાની ફિલ્મ હીરો નંબર વનનું 'યૂપીવાલા ઠુમકા' અને 'હીરો જૈસે નાચ દિખાઉંગા' ગીત પણ સોનુ નિગમે ગાયું છે. આ ગીત પણ લોકોને ખુબ પસંદ આવ્યું છે.

ઇશ્ક દી ગલી વિચ નો એન્ટ્રી (Ishq di Vich no entry)

સલમાન ખાન અને અનિલ કપૂરની ફિલ્મ નો એન્ટ્રીનું પોપ્યુલર ગીત 'ઇશ્ક દી ગલી વિચ'નો એન્ટ્રી પણ સોનુ નિગમે ગાયું છે.

આ પણ વાંચો : Happy Birthday Sonu Sood : કોરોના મહામારીમાં લોકોના ‘મસીહા’ બનનાર સોનુ સૂદ મુંબઇ આવ્યો ત્યારે ખિસ્સામાં માત્ર 5500 રૂપિયા હતા, આજે છે કરોડોની સંપત્તિનો માલિક

ઇશ્ક મેં હમ તુમ્હે ક્યા બતાયે ગીત (Ishq Mein Tumhein)

અલ્બમ બેવફાનું બીજું ગીત 'ઇશ્ક મેં હમ તુમ્હે ક્યા બતાયે'ગીતને પણ સોનુ નિગમે પોતાનો અવાજ આપ્યો છે.

સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ