/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-98.jpg)
Sonu Sood : સોનુ સૂદ ફાઇલ તસવીર
Sonu Sood Birthday : સોનુ સૂદ આજે લાખો લોકોના દિલો પર રાજ કરે છે. ફિલ્મ જોયા બાદ વ્યક્તિ થોડા સમય માટે અભિનેતા-અભિનેત્રી માટે દિવાના બની જાય છે પરંતુ જો તમે કોઈનું જીવન બદલી નાખો છો, તો તે જીવનભર તમારો પ્રશંસક બની જાય છે. કોરોના મહામારીમાં સોનુ સૂદ અનેક લોકોની વ્હારે આવ્યો હતો અને લોકોના દિલ પર રાજ કરે છે. આવા સોનુ સૂદનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ પંજાબની મોગાની ધરતી પર થયો હતો. આજે સોનુ સૂદ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે.
સોનુ સૂદને વડાપ્રધાન તરીકે જોવાની લોકોએ ઇચ્છા વ્યક્ત કરી
સોનુની ઉદારતા કોરોના મહામારીના પ્રથમ તબક્કાથી શરૂ થઈ હતી. તેઓ પરપ્રાંતિય મજૂરોને તેમને ઘરે પહોંચવામાં મદદ કરવા આગળ આવ્યા હતા. ત્યાર બાદ કોરોનાના બીજા તબક્કામાં લોકોને દવા અને ઓક્સિજન સિલિન્ડર નહોતા મળી રહ્યા ત્યારે અભિનેતાએ દવા અને ઓક્સિજન સિલિન્ડરની મદદ કરી હતી. સોનુની આ ઉદારતાનું પરિણામ છે કે અનેક લોકોએ તેમને દેશના વડાપ્રધાન તરીકે જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
'આ સ્થાયી વિચાર મને મદદ કરવા માટે હિંમત અને શક્તિ આપી'
સોનુ સૂદે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં લોકડાઉન સમયે અનેક લોકો પોતાના ઘરે જવા માટે રસ્તા પર આવી ગયા હતા. આ સમયે કોઈ સવારી નહોતી, કેટલાક લોકો ખાધા-પીધા વગર મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે મેં મારા પરિવાર સાથે એનેક પરપ્રાંતિય મજૂરોને ભટકતા જોયા ત્યારે મને ખૂબ જ દુઃખ થયું હતું. ત્યારે મેં વિચાર્યું કે તેમના માટે કંઈક કરવું જોઈએ. કારણ કે આપણે જે ઘરોમાં રહીએ છીએ, જે રસ્તાઓ પર આપણે ચાલીએ છીએ, જે સ્ટુડિયોમાં આપણે કામ કરીએ છીએ તે બધા મજૂરોએ બનાવ્યા છે. આ સ્થાયી વિચાર મને મદદ કરવા માટે હિંમત અને શક્તિ આપી હતી.
સોનુ સુદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ મોટું નામ
સોનુ સુદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ મોટું નામ છે. અભિનેતાએ તેની ફિલ્મી કારકિર્દીની 1999માં ફિલ્મ કલ્લાઝાગરથી શરૂઆત કરી હતી. પ્રારંભિક સમયમાં સોનુ સૂદને ઘણી તકલીફો અને સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. જ્યારે સોનુ સૂદ પોતાના સપનાને સાકાર કરવા માટે મુંબઇ આવ્યો ત્યારે તેના ખિસ્સામાં માત્ર 5500 રૂપિયા હતા. સોનુ સૂદના પિતાને કપડાની દુકાન હતી. સોનુ સૂદે હિંદી સિવાય તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ સોનુ સૂદને મોટી સફળતા 2010માં સલમાન ખાનની ફિલ્મ દબંગથી મળી. આ ફિલ્મમાં તેણે વિલનનો રોલ નિભાવ્યો હતો. સોનુ સૂદે લગભગ ફિલ્મોમાં વિલનનું પાત્ર અદા કર્યું છે. પરંતુ રિયલ લાઇફમાં તો તે લોકોનો હિરો છે.
સોનુ સૂદ નેટવર્થ
સોનુ સૂદે પણ પોતાની મહેનતથી ઘણી સંપત્તિ એકઠી કરી છે. અભિનેતાની નેટવર્થની વાત કરીએ તો ફિલ્મો સિવાય તે જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે. અહેવાલ અનુસાર, સોનુ લગભગ 131 કરોડની પ્રોપર્ટીનો માલિક છે. તેની પાસે મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત લોખંડવાલામાં આલીશાન ઘર છે અને જુહુમાં તેની હોટેલ પણ છે. જ્યારે સોનુ સૂદ સતત મદદ કરતા લોકોના ધ્યાન પર આવ્યો તો ઈન્કમટેક્સે તેના પેપર્સ પણ ચેક કર્યા હતા. ટેક્સ ચોરીનો આરોપ હતો પરંતુ સોનુએ દરેક મુશ્કેલ સમયમાં સંયમ જાળવી રાખ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us