બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને ક્રિતી સેનન હાલ તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભેડિયા’ માટે ચર્ચામાં છે. 25 નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વરુણ અને કૃતિ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વરુણ ક્રિતિને પ્રભાસ સાથે રિલેશનશિપમાં હોવાનો સંકેત કરી રહ્યો છે. આ વીડિયો ટીવીના ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’નો છે. જ્યાં વરુણ અને ક્રિતિ પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા હતા. વરુણે કૃતિ વિશે કંઈક એવું કહ્યું કે આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને ચાહકો આ વીડિયોને જોરદાર શેર કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વીડિયોની ધૂમ
સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિએ વાયર થનાર આ વીડિયોમાં શોના હોસ્ટ કરણ જોહર વરૂણ ધવનને પ્રશ્ન પૂછે છે કે, આમાં ક્રિતી સેનનનું નામ કેમ નથી? જે બાદ તુરંત જ કૃતિ પૂછે છે કે હા હું એ જ પૂછી રહી હતી કે આમાં મારુ નામ કેમ નથી? જે અંગે વરુણે તરત જ જવાબ આપ્યો કે ક્રિતિનું નામ કોઈના દિલમાં છે. કરણ વધુમાં પૂછે છે કે કોના દિલમાં? જેના જવાબમાં વરુણ કહે છે જે મુંબઈમાં નથી તે હાલમાં દિપીકા સાથે શૂટિંગમાં વ્યસ્ત છે.વરુણ આટલું બોલ્યા પછી ક્રિતિ સેનન સામે જુએ છે અને બંને હસી પડે છે. વીડિયોમાં ક્લિયર દેખાઇ રહ્યુ છે કે, પ્રભાસનું નામ લેતા તે શરમાઇ જાય છે.
પ્રભાસ તરફ ઈશારો હતો
આ વાયરલ વીડિયો પર ફેન્સ લખી રહ્યા છે કે વરુણનો ઈશારો પ્રભાસ તરફ હોય તેવું લાગી રહ્યુ છે. પ્રભાસ અને કૃતિ લાંબા સમયથી રિલેશનશિપમાં હોવાને કારણે હેડલાઇન્સમાં છે. હાલમાં જ કૃતિનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેણે પ્રભાસને ડાર્લિંગ કહ્યો હતો.
કપલ એકસાથે આ ફિલ્મમાંં મચાવશે ઘમાલ
જોકે હવે બંને ખરેખર એકબીજાને ડેટ કરી રહ્યા છે કે નહીં? આ વિશે તો આ કપલ જ સાચું જણાવી શકે. હાલમાં બંનેમાંથી કોઈ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. તમને જણાવી દઈએ કે, બંને વર્ષ 2023માં આવનારી ફિલ્મ ‘આદિપુરુષ’માં સાથે જોવા મળવાના છે.
ક્રિતિ સેનને ઇચ્છા વ્યક્ત કરી
તમને જણાવી દઇએ કે, તાજેતરમાં ઇન્ડિયા ટુ ડેના ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીને સવાલ કરાયો હતો કે, કાર્તિક આર્યન, ટાઇગર શ્રોફ તેમજ પ્રભાસમાંથી તમે કોની સાથે લગ્ન અને કોની સાથે ફલર્ટ તેમજ કોને ડેટ કરશો? જેના જવાબમાં ક્રિતિએ કહ્યું હતુ કે, તે કાર્તિક સાથે ફલર્ટ, ટાઇગરને ડેટ તેમજ પ્રભાસ સાથે લગ્ન કરશે. ત્યારે આ કપલના ચાહકો તેના રિલેશનની સત્તાવાર જાહેરાત માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.